For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરતના ટેરર લિંક પર પોતાનું વલણ સ્પષ્ટ કરે ગૃહમંત્રાલ: દિગ્વિજય

|
Google Oneindia Gujarati News

digvijay singh
નવી દિલ્હી, 5 જુલાઇ : કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ઇશરત જહા નકલી એન્કાઉન્ટરને લઇને સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં એનઆઇએ અને સીબીઆઇના માધ્યમથી જુદીજુદી વાતો સામે આવી રહી છે.

આવામાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની મુલાકાત કરીને મામલામાં પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે. દિગ્વિજય સિંહે જણાવ્યું કે ગૃહ મંત્રાલય એ વાતનો જવાબ આપે કે મુંબઇ હુમલાના આરોપી રિચર્ડ હેડલીએ આઈબીને જણાવ્યું હતું કે ઇશરત જહાંના આતંકવાદીઓ સાથે સંબંધ હતા.

આ મામલામાં કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની મુલાકાત કરી. મુલાકાત બાદ દિગ્વિજય સિંહે જણાવ્યું કે આ મામલામાં એનઆઇએ કંઇ અલગ કહી રહી છે જ્યારે સીબીઆઇ કંઇ અલગ કહી રહી છે. સાચું શું છે એ સ્પષ્ટ થવું જોઇએ. દિગ્વિજય સિંહે જણવ્યું કે નરેન્દ્ર મોદી પર અમારે કંઇ કહેવું નથી, પરંતુ જે લોકો આમાં સામેલ છે તેમની સામે કાર્યવાહી થવી જોઇએ, એ ગમે તેટલી મોટી હસ્તી કેમ ના હોય.

આ મામલા પર રાજનૈતિક નિવેદનબાજીનો દૌર ચાલુ થઇ ગયો છે. કોંગ્રેસ નેતા જગદંબિકા પાલે જણાવ્યું કે ડીજી વણઝારા અને પીપી પાંડેના ખુલાસા બાદ એ સ્પષ્ટ થઇ ગયું કે ક્યારેકને ક્યારેક ઇશરત જહાં મામલામાં મોદી અને અમિત શાહની ભૂમિકા તો હતી જ.

જ્યારે બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે જણાવ્યું કે દુનિયામાં આતંકવાદથી સૌથી વધારે ભારત ત્રાસેલું છે. જેટલી ચિંતા સરકારને આતંકવાદીઓની છે એટલી જ ચિંતા દેશની સુરક્ષાની થવી જોઇએ. ડી જી વણઝારાનું નિવેદન દબાણમાં આપવામાં આવ્યું. કોંગ્રેસ મોદીની પાછળ પડેલી છે.

English summary
Digvijay on Friday morning posted a tweet saying “Home Ministry must clarify whether Headley told the Team which went to US to interrogate him whether Ishrat Jahan had terror links.”
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X