પશ્ચિમ બંગાળ પેટાચૂંટણી દરમિયાન ગૃહ મંત્રાલય અર્ધલશ્કરી દળોની 133 કંપની તૈનાત કરશે!
પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે 133 કંપનીઓને અહીં મોકલશે.
નવી દિલ્હી, 27 માર્ચ : પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ માટે 133 કંપનીઓને અહીં મોકલશે. શનિવારે ચૂંટણી પંચે કહ્યું કે ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની 133 કંપનીઓ પશ્ચિમ બંગાળ મોકલવામાં આવશે. તેમાંથી 50 કંપનીઓ CRPFની, 45 કંપનીઓ BSFની, 10 CISFની, 13 ITBPની, 15 SSB કંપનીઓની હશે. રાજ્ય સરકારે કહ્યું કે આ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવાની વિગતવાર યોજના સંબંધિત અધિકારીઓ સાથે શેર કરવી જોઈએ.

ચૂંટણી પંચે કહ્યું કે, કેન્દ્રીય સુરક્ષા ટીમને રાજ્યમાં મોકલવામાં આવી રહી છે જેથી ભયમુક્ત અને સુરક્ષિત ચૂંટણીઓ કરાવી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મહિનાના અંત સુધીમાં સુરક્ષા જવાનો તૈનાત થઈ શકે છે. મોટાભાગના સુરક્ષાકર્મીઓ આસનસોલમાં જ તૈનાત રહેશે. હકીકતમાં તાજેતરની નાગરિક ચૂંટણી દરમિયાન ફાયરિંગની બે ઘટનાઓ સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ગત વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં 18 કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવી હતી. બાલીગંજ લોકસભા સીટ ટીએમસી સાંસદ સુબ્રત મુખર્જીના નિધન બાદ ખાલી પડી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ ભાજપ છોડીને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. બાલીગંજથી 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે આસનસોલથી 8 ઉમેદવારો મેદાનમાં છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણી દરમિયાન વિપક્ષે કેન્દ્રીય સુરક્ષા જવાનોને તૈનાત કરવા માટે કલકત્તા હાઈકોર્ટમાં અરજી કરી હતી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
