keyboard_backspace

હની ટ્રેપ મામલોઃ મધ્ય પ્રદેશમાં ન્યૂઝ પેપરની ઑફિસમાં દરોડા

હની ટ્રેપ મામલોઃ મધ્ય પ્રદેશમાં ન્યૂઝ પેપરની ઑફિસમાં દરોડા

Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ન્યૂઝ પેપર સાંઝા લોકસ્વામીના માલિકના ઘરે આજે સવારે પોલીસ અને જિલ્લા પ્રશાસને દરોડા પાડ્યા છે. જાણકારી મુજબ આ દરોડા સાંઝા લોકસ્વામી સમાચાર પત્રના માલિક જિતેન્દ્ર સોનીના ઘર સહિતના કેટલાય ઠેકાણે પાડવામાં આવ્યા છે. સાંઝા લોકસ્વામી ન્યૂઝ પેપરની ઈન્દોર ઑફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ પોલીસે સમાચાર પત્રની ઑફિસ સીલ કરી દીધી છે.

raid

પોલીસે જણાવ્યું કે જિતેન્દ્ર સોનીના તમામ ઠેકાણા છાપા મારવામાં આવ્યા છે, જેઓ સાંઝા લોકસ્વામીના સંપાદક છે. તેમના પર હની ટ્રેપિંગનો આરોપ છે, જેને પગલે ઈન્દોરના કેટલાક ઠેકાણે છાપેમારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે સોની સોની પાસે તમામ નેતાઓના મહિલા સાથેના આપત્તિજનક વીડિયો હતા, હાલ જિતેન્દ્ર સોની જેલમાં બંધ છે. ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા વિરુદ્ધ મોટાભાગના મીડિયાએ મોરચો ખોલી મૂક્યો છે અને આ છાપેમારીનો વિરોધ કરવો શરૂ કરી દીધો છે.

પોલીસ સુત્રો મુજબ હની ટ્રેપિંગ માટે બનાવેલ તમામ વીડિયો જપ્ત કરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ તમામ વીડિોય સામે આવ્યા બાદ વિપક્ષે પણ ભારે હંગામો કર્યો હતો. આ મામલો એવા સમયે સામે આવ્યો હતો જ્યારે ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનિયરે બે મહિલાઓ સામે બ્લેકમેઈલિંગનો આરોપ લગાવ્યો હતો. એન્જીનિયરનો આરોપ હતો કે કેટલીક મહિલાઓ તેને આપત્તિજનક વીડિયો દેખાડી તેને બ્લેકમેલ કરી રહી છે. બાદમાં એન્જીનિયરને આઈએમસીથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

સાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9ના મોત, 3 ઘાયલસાઉથ ડકોટામાં વિમાન ક્રેશ, 9ના મોત, 3 ઘાયલ

English summary
honey trap case: police raided news paper's office in indore
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X