હનીપ્રીતને મળ્યા 6 દિવસના રિમાન્ડ, વકીલે કહ્યું કેમ?

Posted By:
Subscribe to Oneindia News

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની કહેવાતી પુત્રી હનીપ્રીતને આજે હરિયાણા પોલીસે પંચકૂલા કોર્ટ સમક્ષ રજૂ કરી. જ્યાં કોર્ટે તેને 6 દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી આપી છે. નોંધનીય છે કે હનીપ્રીત ગત 38 દિવસથી ફરાર છે. અને સાત રાજ્યો અને બે દેશોની પોલીસ પણ તેની શોધમાં હતી. વધુમાં હનીપ્રીત સાથે તેની મહિલા સાથીને પણ 6 દિવસની રિમાન્ડ પર મોકલવામાં આવી છે. જો કે પંચકૂલા કોર્ટે 14 દિવસની રિમાન્ડ માંગી હતી પણ કોર્ટે 6 દિવસની જ રિમાન્ડ આપી.જે પછી હનીપ્રીતના વકીલ કોર્ટમાં જણાવ્યું હતું કે આ રિમાન્ડ ગેરકાનૂની છે. નોંધનીય છે કે હનીપ્રીતની ફરિયાદ પહેલા જ પંચકૂલા પોલીસે લગભગ 4 કલાક લાંબી પૂછપરછ કરી તેની રેકોડિંગ પણ કર્યું હતું.

honey preet

પોલીસનો આરોપ હતો કે પોલીસને જે જગ્યાએ હનીપ્રીતના હોવાની ખબર પડતી તે જગ્યા પોલીસ પહોંચે તે પહેલા હનીપ્રીત ભાગી જતી. ત્યારે પોલીસ માટે તે જાણવું જરૂરી છે કે તે કોણ વ્યક્તિ છે જે હનીપ્રીતને મદદ કરી રહ્યું છે.હનીપ્રીત કહ્યું હતું કે તે ડિપ્રેશનનો શિકાર હતી માટે પોલીસની સમક્ષ અત્યાર સુધી નહતી આવી. જો કે પોલીસે જ્યારે તેની ડોક્ટર જોડે તપાસ કરાવી તો ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે હનીપ્રીતને કોઇ બિમારી નથી. નોંધનીય છે કે હનીપ્રીતની કસ્ટડી દરમિયાન તબિયત બગડી હતી. જે બાદ ડોક્ટરને બોલવવામાં આવ્યા હતા. પણ ડોક્ટરોએ તેની સ્વસ્થ જાહેર કરી હતી. ત્યારે હવે પોલીસ રિમાન્ડમાં 6 દિવસની અંદર પંચકૂલામાં થયેલા તોફાનોમાં હનીપ્રીતની શું ભૂમિકા હતી તે અંગે પોલીસ તેનાથી સધન તપાસ કરશે.

English summary
Honeypreet Insan sent to six day police remand by Panchkula Court. Read more here in details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.