વીડિયો: જ્યારે પતિએ,પત્નીનું કપાયેલું માથું લઇ રસ્તા પર નીકળ્યો

Posted By:
Subscribe to Oneindia News

મહારાષ્ટ્રના પુણેમાં એક એવી ધટના સામે આવી છે જેનાથી તમે અચંભિત થઇ જશો. 60 વર્ષના એક વૃદ્ધ વ્યક્તિને તેની પત્નીના ચરિત્ર પર શક હતો. માટે તેણે તેની પત્નીની હત્યા કરી દીધી અને પછી તેનું કપાયેલું માથું લઇને તે ખુલ્લે આમ બજારમાં ફરવા લાગ્યો. જ્યારે લોકોએ આ બર્બર ધટનાની જાણકારી પોલિસને આપી ત્યારે પોલિસ આ વયોવુદ્ધની અટક કરી.

પ્રાપ્ત જાણકારી મુજબ 60 વર્ષિય આ વ્યક્તિનું નામ રામૂ ચૌહાણ છે. પુણેના ગંગા ઓશિયન સોસાયટીમાં તે ચોકીદારનું કામ કરે છે. રામૂને પોતાની પત્નીના ચરિત્ર પર શક હતો. આજ કારણે તેમની વચ્ચે શુક્રવાર સવારે ઝગડો થયો જેમાં રામૂ તેનો ગુસ્સા પર કાબુ ખોઇ બેઠા અને ઘરમાં પડેલી કુહાડીથી પત્નીનું માથુ ધડથી કાપી નાખ્યું.

video

તે બાદ રામૂ કપાયેલું માથ અને બીજા હાથમાં કુહાડી પકડીને રસ્તા પર ચાલવા લાગ્યો. ત્યારે પોલિસે હાલ તો તેની વિરુદ્ધ હત્યાનો મામલો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. પોલિસને રામૂના ઘરથી મૃતકનું ધડ મળ્યું છે. જેને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યું છે.

English summary
A 60-year-old man in Pune beheaded his wife and walked around the city holding her severed head, shocking many locals on Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.