For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bharat Jodo Yatra : ભારત જોડો યાત્રામાં લાગ્યા સચીન પાયલટના સમર્થનમાં નારા

Bharat Jodo Yatra : કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાન પહોંચી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધ ચાલી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Bharat Jodo Yatra : કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ રાજસ્થાન પહોંચી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે પણ બંને નેતા તેમના વચ્ચે કોઇ મદભેદ નથી એ વાતનું જ રટણ કરતા રહે છે. આવા સમયે ભારત જોડા યાત્રા દરમિયાન સચિન પાયલટના સમર્થનમાં નારા લાગ્યા છે.

Bharat Jodo Yatra

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ 100 દિવસ પૂર્ણ કર્યા છે. આજે ફરી એકવાર રાહુલ ગાંધીએ રાજસ્થાનના દૌસાથી પગપાળા ભારત જોડો યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન લોકોએ સચિન પાયલટના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

દૌસામાં ભારત જોડો યાત્રા દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કોંગ્રેસ પાર્ટીના ઝંડા લઈને આવેલા કેટલાક લોકો સચિન પાયલટ ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે, આપણા મુખ્યમંત્રી કેવા હોય, સચિન પાયલટ જેવા હોય. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા હવે આઠમા રાજ્યમાં પહોંચી ગઈ છે. કન્યાકુમારીથી શરૂ થયેલી આ ભારત જોડો યાત્રા કાશ્મીર સુધી ચાલશે.

ભારત જોડો યાત્રા રાજસ્થાન પહોંચી, ત્યારે સૌની નજર અશોક ગેહલોત અને સચીન પાયલટ પર સ્થિર થઇ હતી. હકીકતમાં અશોક ગેહલોતે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન સચિન પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. આ જ કારણ છે કે, બંને વચ્ચેનો વિવાદ ફરી એકવાર જાહેરમાં સપાટી પર આવ્યો છે.

શુક્રવારના રોજ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની પરંપરા છે કે, કોઈને નિરાશ ન કરવા દો. અમારી પાર્ટી ફાસીવાદી નથી, તે કોઈ સરમુખત્યારોનો પક્ષ નથી. અમે ચર્ચા કરવા તૈયાર છીએ. આપણે જાણીએ છીએ કે, કેવી રીતે સમાધાન કરવું. આ વાત માત્ર રાજસ્થાનની નથી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની આ પરંપરા છે, જો પાર્ટીના નેતાઓ કંઈક કહેવા માંગતા હોય તો અમે તેમને ચૂપ નથી કરતા. જોકે, તેમણે વિપક્ષે પક્ષને નુકસાન ન કરવું જોઈએ.

ભારત જોડો યાત્રા

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ થઈ હતી. રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 20 મિનિટનું વર્કઆઉટ કરે છે. રાહુલ ગાંધી દરરોજ હળવો નાસ્તો કરીને 25 કિમી ચાલે છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો એક ફોટો ખૂબ વાયરલ થયો હતો.

રાહુલ ગાંધી કર્ણાટકના મૈસૂરમાં વરસાદમાં ભીંજાતા ભીંજાતો ભાષણ આપી રહ્યા હતા. ભારે વરસાદમાં લોકો તેમને સાંભળવા ઉભા રહ્યા હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી.

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પણ 6 ઓક્ટોબરના રોજ ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન એક તસવીર સામે આવી જેમાં માતા અને પુત્રના પ્રેમની સુંદર ઝલક જોવા મળી હતી. ભારત જોડો યાત્રા 150 દિવસ સુધી ચાલશે, જે દરમિયાન તે 12 રાજ્યોમાંથી પસાર થશે.

English summary
how be like Our Chief Minister, it may be like Sachin pilot, slogan in rahul gandhi's Bharat Jodo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X