For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી 2019: જાણો ઉત્તર પ્રદેશમાં અંતિમ સમયમાં ભાજપે કેવી રીતે મનાવ્યા નારાજ સાથીઓને

અંતિમ ક્ષણે ભાજપે પોતાના નારજ સભ્યોને મનાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આદર્શ આચાર સંહિતા લાગુ થયાના કેટલાક કલાક પહેલા ભારતીય જનતા પાર્ટીની યૂપી સરકારે પોતાના અસંતુષ્ટ સહયોગિઓને મનાવવા માટે અંતિમ ક્ષણમાં ઉત્તર પ્રદેશમાં વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં 15 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે. વિવિધ નગરપાલીકાઓમાં નિયુક્ત કરવામાં આવે 72 લોકોમાંથી 15 સભ્યો સહયોગી પાર્ટીઓના નેતા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના બે સહયોગી છે. પહેલા સહયોગી અપના દળ છે. જેની યૂપીમાં કુર્મી સમુદાયમાં મજબૂત પકડ માનવામાં આવે છે. બીજી સહયોગી પા્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી છે જેને રાજભર જાતિનું સમર્થન પ્રાપ્ત છે. જેની પહેલા યૂપીની કેટલીય વિધાનસભામાં ભારે જનાધાર છે.

આ નિયુક્તિ બાદ માન્યા સહયોગીઓ

આ નિયુક્તિ બાદ માન્યા સહયોગીઓ

એસબીએસપી પ્રમુખ ઓમ પ્રકાશે કહ્યું કે, ભાજપે અમારા પ્રત્યે એક પગલું ઉઠાવીને એક ઈમાનદાર કોશિશ કરી છે. અમે બે લોકો છીએ, અને નિશ્ચિત રૂપે 2019 લોકસભા ચૂંટણી સાથે જ લડીશું. અગાઉ રાજભરે અપેક્ષા રાખી હતી કે એક સૌહાર્દપૂર્ણ સીટ વહેંચણીની વ્યવસ્થા હશે. જ્યારે અપના દળના અરવિંદ શર્માએ કહ્યું કે, અમે ભાજપના આ પગલાથી સંતુષ્ટ છીએ. પછાત વર્ગ આયોગ માટે કરવામાં આવેલ નિયુક્તિઓ મહત્વપૂર્ણ હતી કેમ કે આનાથી તેમણે પછાત વર્ગના મુદ્દાઓને વધુ પ્રભાવી રૂપે ઉઠાવવામાં મદદ મળશે. જણાવી દઈએ કે લાંબા સમયથી બંને પાર્ટી ખુલ્લેઆમ ભાજપની આલોચના કરી રહી હતી. કેમ કે કેટલીક કોર્પોરેશનમાં નિયુક્તિમાં તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા હતા.

રાજભર અને અનુપ્રીયા ભાજપના પગલાંથી સંતુષ્ટ

રાજભર અને અનુપ્રીયા ભાજપના પગલાંથી સંતુષ્ટ

ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના દળની સાથે એક સમજૂતી કરી હતી અને પોતાના દળના નેતા અનુપ્રિયા પટેલે જે-તે સમયે પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીને વારાણસીમાં સમર્થન આપ્યું હતું. અને કુર્મી સમુદાયે તેમને વોટ આપવાની અપીલ કરી હતી. આવી જ રીતે 2017ની યૂપ ચૂંટણીમાં ભાજપે એસબીએસપી સાથે એક સમજૂતી કરી, જેને પગલે યૂપીની કેટલીય પૂર્વી સીટ પર પોતાની રણનૈતિક ઉપસ્થિતિ નોંધાવવામાં આવી. અપના દળના યૂપીથી બે સાંસદ છે અને 2017ની યૂપી ચૂંટણીમાં તેમના નવ ઉમેદવાર જીત્યા હતા, જ્યારે એસબીએસપીના ચાર ઉમેદવાર ધારાસભ્ય બન્યા હતા.

ભાજપે આ લોકોની નિયુક્તિ કરી

ભાજપે આ લોકોની નિયુક્તિ કરી

રવિવારે અપના દળના 9 સભ્યોની વિવિધ સરકારી નિયમોમાં સમાયોજિત કરવામાં આવ્યા. તેમાંથી બે રામ લખન પટેલ અને રેખા વર્માને રાજ્ય મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો અને બે અન્યને રાજ્ય પછાત વર્ગ આયોગના સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત ઓમ પ્રકાશ રાજભરના પુત્ર અરવિંદ રાજભરને લઘુ ઉદ્યોગ નિગમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાણા અજીત સિંહને વીજ વિકાસ નિગમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. બંનેને રાજ્ય મંત્રીનો બરાબરનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભાજપ કેટલીય મહત્વપૂર્ણ પા્ટીના સભ્યો જેવા કે જેપીએસ રાઠોડ, યૂપી બીજેપી અધ્યક્ષને પણ યૂપી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા. રાઠોડ પાર્ટીના ચૂંટણી પ્રબંધન પ્રકોષ્ઠના સભ્ય છે અને અવધ ક્ષેત્રના પ્રભારી પણ છે.

અનિલ અંબાણી કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા: રાહુલ ગાંધીઅનિલ અંબાણી કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા: રાહુલ ગાંધી

English summary
How BJP’s ‘last-minute’ move won over disgruntled allies in Uttar Pradesh for lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X