For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમેઝોન નદીમાં રહેતી ખતરનાક માછલી Suckermouth Catfish મધ્ય પ્રદેશના તળાવમાં કઈ રીતે પહોંચી?

સકરમાઉથ કેટફીશ એશિયાના બીજા એકેય દેશમાં જોવા મળી નથી, ત્યારે ભારતમાં આ માછલી ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ છે.

|
Google Oneindia Gujarati News

બુંદેલખંડના છતરપુર શહેરમાં આવેલ વિંધ્યવાસિની મંદિર પાસેના તળાવમાં સફાઈ ચાલી રહી છે. ગતરોજ તળાવ જલકુંભી કાઢવા માટે માછીમારો દ્વારા ફેંકવામાં આવેલી ઝાળમાં એક અજીબ અને ભયાનક માછલી ફંસાઈ હતી. પહેલા તો લોકો તેને હાથ અડાડતાએ ડરતા હતા, પરંતુ બાદમાં એક માછીમારે તેને ઝાળમાંથી કાઢી પાણીમાં રાખી. જે બાદ તેને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ. માછીમાર મુજબ તેણે 42 વર્ષમાં પહેલીવાર આવા પ્રકારની માછલી જોઈ છે. જીવ-જંતુઓના જાણકાર જણાવે છે કે આ સકરમાઉથ કેટફિશ છે, આ પ્રજાતિ ભારમાં જોવા મળતી નથી. આ માછલી દક્ષિણ અમેરિકામાં આવેલ એમેઝોન નદીમાં વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે.

માછીમારની ઝાળમાં ફંસાઈ અજીબો ગરીબ માછલી

માછીમારની ઝાળમાં ફંસાઈ અજીબો ગરીબ માછલી

બુંદેલખંડના છતરપુર શહેરમાં આવેલ વિંધ્યવાસિની મંદિર પાસે આવેલા તળાવમાં સફાઈ દરમિયાન માછીમારોને આ અજીબો-ગરીબ માછલી જોવા મળી હતી. જે દેખાવમાં અત્યંત ભયંકર લાગી રહી હતી. જેને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

પૉલીથિનમાં પાણી ભરી જીવતી રાખી

પૉલીથિનમાં પાણી ભરી જીવતી રાખી

તળાવનું સફાઈ કામ કરી રહેલા માછીમાર રાજૂ રૈકવારએ કહ્યું, "મેં મારા જીવનમાં આવી માછલી ક્યારેય જોઈ નથી. મારા સાથીઓએ પણ આવી માછલી નહીં જોઈ હોય. માછલીને પૉલીથીનની થેલીમાં પાણી ભરી તેમાં રાખવામાં આવી છે. બાદમાં માછલીને તળાવમાં પાછી છોડી દીધી."

સકરમાઉથ કૈટફિશ એમેઝોન નદીમાં જોવા મળે છે

સકરમાઉથ કૈટફિશ એમેઝોન નદીમાં જોવા મળે છે

વન ઈન્ડિયાએ ડૉ હરીસિંહ ગૌર અને ડૉ વર્ષા શર્મા પાસેથી જાણકારી મેળવી તો તેમણે જણાવ્યું કે માછલી આપણે ત્યાંની પ્રજાતિ નથી. આ પ્રજાતિને સકરમાઉથ કૈટફિશ તરીકે ઓળખાય છે. આ પ્રજાતિ વિદેશમાં જોવા મળે છે. એમેઝોન નદીમાં પુષ્કળ પ્રમાણમાં આ માછલી જોવા મળે છે. તેની ફૂડ વેલ્યૂ ના બરાબર છે, જ્યારે આ માછલી અન્ય માછલીઓ અને જીવ-જંતુઓ માટે ખતરો છે. આ માછલી નાની માછલીઓ સહિત નાના-નાના જળીય જંતુઓને ખાય છે. આ માછલી માંસાહારી છે અને નદી-તળાવોના ઈકોસિસ્ટમને નષ્ટ કરી શકે છે.

ગંગામાં પણ મળી ચૂકી છે આ માછલી

ગંગામાં પણ મળી ચૂકી છે આ માછલી

મીડિયા રિપોર્ટ્સ મુજબ ગત નવેમ્બર મહિનામાં બિહારના ગોપાલગંજ જિલ્લાના ડુમરિયા ગામની ગંડક નદીમાં માછીમારોના ઝાળમાં બિલકુલ આવી જ સકર માઉથ કૈટફિશ ફંસાઈ હતી. જે પહેલાં બિહારની એક નદીમાંથી ઓક્ટોબર મહિનામાં આ માછલી મળી આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બે વર્ષ પહેલાં વારાણસીમાં ગંગા નદીમાંથી આ માછલી મળી ચૂકી છે.

હજારો કિમી દૂર આ માછલી ભારતમાં કઈ રીતે પહોંચી?

હજારો કિમી દૂર આ માછલી ભારતમાં કઈ રીતે પહોંચી?

પ્રાણી શાસ્ત્ર વિભાગ માટે આ રિસર્ચ અને ચિંતાનો વિષય બની ગયો છે. આખરે હજારો કિમી દૂર દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાંથી મળનાર આ ખતરનાક માછલી આખરે ભારતમાં ગંગા નદીથી લઈ બુંદેલખંડના તળાવ સુધી કઈ રીતે પહોંચી તેનો જવાબ કોઈ પાસે નથી. જે પ્રજાતિ આખા એશિયામાં ક્યાંય નથી જોવા મળતી તે ભારતમાં ક્યાંથી આવી?

English summary
How did Suckermouth Catfish, a dangerous fish living in the Amazon River, reach the lake in Madhya Pradesh?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X