For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરેએ શપથ લેતા પહેલા સંજય રાઉતે કહ્યુ - How is Josh?

પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા શિવસેના નેતા સંજય રાઉતે શપથ સમારંભ પહેલા એક ટ્વીટ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા શિવસેના નેતા સંજય રાઉતે શપથ સમારંભ પહેલા એક ટ્વીટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ છે, 'How is Josh? જય મહારાષ્ટ્ર.' તમને જણાવી દઈએ કે આજે સાંજે રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે શપથ લેશે. રાજ્યમાં ચૂંટણી બાદ ચાલી રહેલ ઉથલપાથલ બાદ હવે મહા વિકાસ અઘાડી (કોંગ્રેસ, શિવસેના, એનસીપી ગઠબંધન) ની સરકાર બનવા જઈ રહી છે.

sanjay raut

ઉદ્ધવ ઠાકરે આજે સાંજે 6.40 વાગે શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. સમારંભ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઉદ્ધવ સાથે ત્રણ પાર્ટીઓના પ્રમુખ નેતા પણ શપથ લેશે. માહિતી મુજબ સરકારમાં ઉપ મુખ્યમંત્રીનુ પદ એનસીપી અને વિધાનસભા સ્પીકરનુ પદ કોંગ્રેસ પાસે રહેવાની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના રાજકીય નાટકનો અંત થઈ ગયો. અહીં શનિવારે અચાનક ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા હતા પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો તો તેમણે સંખ્યા ઓછી હોવાનુ કારણ આપીને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ. સાથે જ ઉપમુખ્યમંત્રીની શપથ લેનાર એનસીપી નેતા અજિત પવારે પણ રાજીનામુ આપી દીધુ હતુ.

આ પણ વાંચોઃ નાથૂરામ ગોડસેને 'દેશભક્ત' કહેવા પર પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ સમિતિમાંથી હટાવાયાઆ પણ વાંચોઃ નાથૂરામ ગોડસેને 'દેશભક્ત' કહેવા પર પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ સમિતિમાંથી હટાવાયા

English summary
how is josh said shiv sena leader sanjay raut before oath ceremony of uddhav thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X