For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય શરદી-ખાંસી, ફ્લૂથી કેવી રીતે અલગ છે કોરોના વાયરસ, જાણો લક્ષણો

આજે અમે તમને કોરોનાના અમુક એવા લક્ષણો વિશે જણાવીશુ જેની મદદથી તમે આની ઓળખ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

દેશ-વિદેશમાં કોરોના વાયરસના વધતા કેસોથી લોકોમાં આ મહામારી વિશે આતંકનો માહોલ છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે સરકારોને આ વાયરસથી પોતાના નાગરિકોને બચાવવા માટે એલર્ટ જારી કરવી પડી છે. કોરોના વાયરસ વિશે લોકોમાં એટલો ડર ફેલાયેલો છે કે તેને સિઝનલ શરદી-ખાંસી કે ફ્લૂ થવા પર પણ લાગે છે કે તે સંક્રમિત થઈ ગયા છે. ભારતમાં એવા ઘણા કેસ સામે આવ્યા છે જ્યારે લોકો અસમંજસના શિકાર બન્યા છે. જો કે કોરોના વાયરસ માટે સતર્ક રહેવુ સારી વાત છે પરંતુ લોકો સામાન્ય શરદી-ખાંસીના લક્ષણોને પણ સંક્રમણ માની લે છે. આજે અમે તમને કોરોનાના અમુક એવા લક્ષણો વિશે જણાવીશુ જેની મદદથી તમે આની ઓળખ કરી શકો છો.

લક્ષણો વિશે લોકો છે અસમંજસમાં

લક્ષણો વિશે લોકો છે અસમંજસમાં

સામાન્ય રીતે લોકોમાં સામાન્ય શરદી-ખાંસી અને ફ્લુ તેમજ કોરોના વાયરસના લક્ષણો વિશે અસમંજસ છે. અમુક હદ સુધી આ ત્રણે બિમારીઓના લક્ષણો પરસ્પર મળતા પણ આવ છે એટલા માટે આના માટે વિમાસણ થવી વાજબી છે. આ ત્રણે સંક્રમિત લોકોમાં વાયુ, દૂષિત સ્થળ અને જનિત શ્વસન બુંદોથી ફેલાય છે. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આ ત્રણે સંક્રમણના લક્ષણોમાં મુખ્ય તફાવત બતાવવા જઈ રહ્યા છે જેને જાણ્યા બાદ તમે ખુદ આ ત્રણે બિમારીઓમાં ફરક કરી શકશો.

કોરોના વાયરસના લક્ષણ

કોરોના વાયરસના લક્ષણ

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓમાં સામાન્ય રીતે તાવ, સૂકો કફ, થાક, બૉડી પેઈન જેવા લક્ષણ જોવા મળ્યા છે. ઘણા દર્દીઓએ જણાવ્યુ કે તેમને આ દરમિયાન માથામાં દુઃખાવો, કફમાં લોહી આવવુ અને ઝાડા થવા જેવા લક્ષણોનો પણ સામનો કર્યો છે. વળી, કોરોના વાયરસથી સંકર્મિત વ્યક્તિઓમાં આ વાયરસ 1થી 14 દિવસોમાં પોતાની અસર બતાવે છે પરંતુ ઘણા દર્દીને સામાન્ય થવામાં 24 દિવસ પણ લાગે છે. વળી, આ બિમારીથી ઠીક થવામાં 2 અઠવાડિયાનો સમય લાગે છે પરંતુ ઘણા કેસમાં દર્દી ઠીક થવામાં 6 અઠવાડિયા પણ લાગી ગયા છે. હજુ આ સંક્રમણથી લડવા માટે કોઈ પણ પ્રકારની દવા કે વિરોધી વાયરલ ઉપલબ્ધ નથી. આનો ઈલાજ માત્ર તેના લક્ષણોથી થઈ શકે છે.

સિઝનલ ફ્લૂના લક્ષણ

સિઝનલ ફ્લૂના લક્ષણ

જો સિઝનલ ફ્લૂ કે તાવની વાત કરીએ તો આન શરૂઆત પણ કોરોના વાયરસના લક્ષણો જેવી હોય છે. સિઝનલ ફ્લૂના દર્દીને પણ તાવ, સૂકો કફ, થાક અને બૉડી પેઈન સિવાય સામાન્ય લક્ષણોમાં ગળામાં ખારાશ, વહેતુ કે ભરેલુ નાક પણ શામેલ છે. વળી, સામાન્ય લક્ષણોમાં ઝાડા અને ઉલ્ટીની પણ ફરિયાદ જોવા મળી છે. જો કે કોરોના વાયરસના કેસોમાં વહેતુ કે ભરેલુ નાક અને છીંકવાના લક્ષણ ઓછા થતા જોવામાં આવ્યા છે. સિઝનલ ફ્લૂ મટતા 1 થી 4 દિવસનો સમય લાગે છે. વળી, અમુક ગંભીર કેસોમાં સંપૂર્ણપણે સાજા થવામાં બે અઠવાડિયાનો સમય લાગી શકે છે. સિઝનલ ફ્લૂ અને કોરોનાના લક્ષણ સામાન્ય થવા પર આમાં ફરક કરવો સરળ નથી એટલા માટે એવા સમયમાં તમારે મેડીકલ સહાય લેવાની જરૂર પડે છે. જો કે એક વાર્ષિક સિઝનલ ફ્લૂ વેક્સીન ઈલાજ રૂપે ઉપલબ્ધ છે.

સામાન્ય શરદી-ખાંસીના લક્ષણ

સામાન્ય શરદી-ખાંસીના લક્ષણ

કોરોના વાયરસ અને સિઝનલ ફ્લૂ બાદ સામાન્ય શરદી-ખાંસીના લક્ષણની વાત કરીએ તો આમાં તમને છીંક આવવી, નાક વહેવુ કે ભરેલુ હોવુ, ગળામાં ખારાશ થવી શામેલ છે. સામાન્ય લક્ષણોમાં હળવો તાવ આવવો, માંસપેશીઓ અને શરીરમાં દુઃખાવો અને થાક અનુભવ થાય છે. આ કેસમાં સાજા થવાનો સમય 2-3 દિવસ છે પરંતુ અમુક ગંભીર કેસમાં 10 દિવસ સુધી રહી શકે છે. આનો કોઈ વિશેષ ઉપચાર નથી. જો કે લક્ષણો માટે અમુક દવાઓ આપવામાં આવે છે.

ધ્યાન રાખવાની વાત

ધ્યાન રાખવાની વાત

કોરોના વાયરસ, સિઝનલ ફ્લૂ અને સામાન્ય શરદી-ખાંસીના લક્ષણ એક જેવા હોવાના કારણે આમાં ફરક કરવો સરળ નથી પરંતુ અહીં ધ્યાન આપવા જેવી એક મહત્વપૂર્ણ વાત એ છે કે ભરેલુ, વહેતુ નાક અને છીંકવાનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ છે. આવા કેસમાં તમને એ સલાહ આપવામાં આવે છે કે બતાવેલા લક્ષણોમાંથી તમને કંઈ પણ અનુભવાય તો હવે તરત જ હોસ્પિટલ જાવ અને મેડીકલ મદદ લો.

આ પણ વાંચોઃ શું નોટોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, WHOએ આપી ચેતવણીઆ પણ વાંચોઃ શું નોટોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, WHOએ આપી ચેતવણી

English summary
How is the corona virus different from seasonal flu and common cold identify with symptoms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X