કુલ કેટલા પ્રકારની હોય છે કોર્ટ? જાણો કેવી રીતે કામ કરે છે?
અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે જામીન પર રોક લગાવી છે. આ સ્થિતીમાં સવાલ એ થાય કે કુલ કેટલા પ્રકારની કોર્ટ હોય અને તે કેવી રીતે કામ કરે છે?
ભારતમાં મુખ્યત્વે 6 પ્રકારની અદાલતો છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ટ્રિબ્યુનલ, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને લોક અદાલત. આ કોર્ટમાં મોટાભાગના કેસોની સુનાવણી થાય છે.

સુપ્રીમ કોર્ટ - આ દેશની સર્વોચ્ચ અદાલત છે. જો સુપ્રીમ કોર્ટ કોઈપણ કેસમાં પોતાનો નિર્ણય આપે છે તો આ નિર્ણયને કાં તો રાષ્ટ્રપતિ બદલી શકે છે અથવા સુપ્રીમ કોર્ટની મોટી બેંચ દ્વારા તેની ફરીથી સુનાવણી થઈ શકે છે.
હાઈકોર્ટ - હાઈકોર્ટ કોઈપણ રાજ્યની સૌથી મોટી કોર્ટ છે. અહીં મોટાભાગે એવા કેસોની સુનાવણી થાય છે જેને નીચલી અદાલતે ફગાવી દીધા હોય. જો હાઈકોર્ટ કોઈ કેસમાં નિર્ણય આપે તો તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
ડિસ્ટ્રિક્ટ કોર્ટ - ડિસ્ટ્રિક્ટ કોર્ટ દરેક જિલ્લામાં છે. જિલ્લાના તમામ કેસોની સુનાવણી અહીં થાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપનાર રાઉઝ એવન્યુ કોર્ટ પણ એક જિલ્લા અદાલત છે. અહીંના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે.
ટ્રિબ્યુનલ - ટ્રિબ્યુનલ એટલે અર્ધ-ન્યાયિક સંસ્થા. તેની સ્થાપના કરવામાં આવી છે જેથી વહીવટી અથવા કર સંબંધિત વિવાદો ઉકેલી શકાય.
ફાસ્ટ ટ્રેક કોર્ટ - ફાસ્ટ ટ્રેક કોર્ટ એટલે વિશેષ અદાલત. જ્યારે કોઈ કેસમાં ઝડપી નિર્ણયની જરૂર હોય ત્યારે તે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મૂકવામાં આવે છે. મોટાભાગના બળાત્કાર અને પોક્સોના કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થાય છે.
લોક અદાલત - લોક અદાલત એ કોઈપણ અદાલતમાં જતા પહેલાનો તબક્કો છે. જ્યારે કેસમાં બંને પક્ષો મુકદ્દમા ટાળવા માગે અને અમુક શરતો પર પોતાની વચ્ચે સમાધાન કરવા માગે ત્યારે તેઓ લોક અદાલતનો સંપર્ક કરે છે. અહીં બંને પક્ષો વચ્ચે સમાધાન કરીને મામલો વિવાદ વગર ઉકેલાય છે.












Click it and Unblock the Notifications
