• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસાજ પાર્લરનો ભાંડો ફોડનારી dcw ચીફ સ્વાતિ માલિવાલને કેટલી મળે છે સેલેરી

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ હાલ મિડિયા અને સોશ્યલ મિડિયા બંનેમાં છવાયેલી છે.
|
Google Oneindia Gujarati News

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલ હાલ મિડિયા અને સોશ્યલ મિડિયા બંનેમાં છવાયેલી છે. દેશની રાજધાનીમાં ચાલી રહેલા સ્પા સેન્ટર એટલે કે મસાજ પાર્લર પર સ્વાતી માલીવાલે પોતાની ટીમ સાથે છાપામારી કરી. તે દરમિયાન અત્યંત ચોંકાવનારી હકીકતો સામે આવી. કેટલાક સ્પા સેન્ટરમાં અંદર બનેલા રૂમોમાં છોકરીઓ સાથે નગ્ન અવસ્થામાં લોકો મળ્યા અને કેટલોક આપત્તિજનક સામાન પણ મળી આવ્યો. સ્વાતી માલિવાલ આ પહેલા અનેક વાર આ પ્રકારની છાપામારી કરી છોકરીઓને દેહવેપાર અને તસ્કરીની જાળમાંથી નીકાળી ચૂકી છે. આવો તમને જણાવીએ કે દિલ્હી મહિલા આયોગના પદે તેમને કેટલી સેલેરી મળે છે.

આટલી સેલેરી મેળવે છે સ્વાતી માલિવાલ

આટલી સેલેરી મેળવે છે સ્વાતી માલિવાલ

સ્વાતિ માલિવાલ જુલાઈ 2015માં દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ બનાવાઈ. ત્યાર બાદ 2018માં તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષ માટે વધારી દેવાયો. દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષના રૂપે સ્વાતિ માલિવાલને પ્રતિ માસ 30 હજાર રૂપિયા સેલેરી અને અન્ય ભથ્થા મળે છે. પોતાની સેલેરી વિશે સ્વાતીએ ઓગસ્ટ 2018માં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહિતી શેયર કરી હતી. વાસ્તવમાં ગયા વર્ષે કેરળમાં પૂર સમયે સ્વાતિ માલિવાલે પોતાની એક મહિનાની સેલેરી કેરળના મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરી હતી અને તેની જાણકારી પોતાના ટ્વિટર હેંડલ પર નાખી હતી.

મુખ્યમંત્રી જાહેર ફરિયાદ સેલના વડા રહી ચૂક્યા છે સ્વાતિ

મુખ્યમંત્રી જાહેર ફરિયાદ સેલના વડા રહી ચૂક્યા છે સ્વાતિ

તમને જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ બન્યા પહેલા સ્વાતિ દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી જાહેર ફરિયાદ સેલની પ્રમુખ હતી. મુખ્યમંત્રીએ જનતા સંવાદમાં આવનારા લોકોની સમસ્યાઓના સમાધાનની જવાબદારી તેમને આપી હતી. પાછલી વિધાનસભામાં સ્વાતિ આમ આદમી પાર્ટીના 27 ધારાસભ્યોના MLA ફંડના કામકાજનું મોનિટરિંગ પણ કરતી હતી. જન લોકપાલ આંદોલન માટે બનેલ ઈન્ડિયા અગેંસ્ટ કરપ્શનની કોર કમિટિ જેમાં અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ,કિરણ બેદી વગેરે સભ્યો હતા, તેમાં સ્વાતિ માલિવાલ સૌથી ઓછી ઉંમરની સભ્ય હતી.

કેરિયર તરીકે સમાજસેવાની પસંદગી

કેરિયર તરીકે સમાજસેવાની પસંદગી

15 ઓક્ટોબર 1984માં દિલ્હી નજીક ગાજીયાબાદમાં જન્મેલી સ્વાતિ માલિવાલના પિતા અશોક માલિવાલ એયર ફોર્સમાં છે. જ્યારે માતા સંગીતા માલીવાલ વાઈસ પ્રિન્સિપાલ. સ્વાતિ માલિવાલનું શિક્ષણ અલગ અલગ શહેરોમાં થયુ. 2002માં તેમણે એમીટી સ્કૂલ, નોયડાથી ઈન્ટરમિડિએટ કર્યુ. ત્યાર બાદ 2006માં દિલ્હીની આઈપી યુનિવર્સિટીથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં ઈન્જીનિયરિંગની ડીગ્રી હાંસલ કરી. સ્વાતિની નજીકના લોકોના જણાવ્યા પ્રમાણે ઈન્જીનિયરિંગના છેલ્લા દિવસોમાં તે કેજરીવાલને મળી અને ત્યાર બાદ તેમણે સમાજસેવાને પોતાનુ કેરિયર બનાવી લીધુ.

નવીન જયહિંદ સાથે કર્યા લગ્ન

નવીન જયહિંદ સાથે કર્યા લગ્ન

પોતાનો અભ્યાસ પૂરોં કર્યા બાદ સ્વાતિએ અરવિંદ કેજરીવાલની એનજીઓ 'પરિવર્તન'થી લઈ પર્યાવરણ માટે કામ કરનારી આંતરરાષ્ટ્રીય એનજીઓ ગ્રીનપીસ માટે કામ કર્યુ. અરવિંદ કેજરીવાલ સાથે જન વિતરણ પ્રણાલીમાં સુધારા માટે અને માહિતીના આધિકાર પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે સ્વાતિએ ઘણું કામ કર્યુ છે. આંદોલન દરમિયાન સ્વાતિ નવીન જયહિંદને મળી અને બંનેએ લગ્ન કરી લીધા. નવીન જયહિંદ પણ લોકપાલ આંદોલનના ઘણા પહેલેથી અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા હતા.

મસાજના નામે દિલ્હીમાં દેહવ્યાપાર

મસાજના નામે દિલ્હીમાં દેહવ્યાપાર

તમને જણાવી દઈએ કે સ્વાતિ માલિવાલ દિલ્હીમાં ચાલી રહેલા સ્પા સેન્ટર પર સતત છાપામારી કરી રહી છે. ગયા મંગળવારના રોજ સ્વાતિ માલિવાલે છાપેમારીનો વિડિયો ટ્વિટર હેન્ડલ પર શેયર કરતા લખ્યુ હતુ કે મસાજના નામે દિલ્હીમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. અને નવાદાના જૈજ્મિન સ્પા અને જન્નત સ્પા પહોંચ્યા તો હેરાન રહી ગયા. મેનેજર અને છોકરીઓ સાથે રૂમમાં બે માણસો નગ્ન અવસ્થામાં મળ્યા. ભારે માત્રામાં કોન્ડોમ મળી આવ્યા. મેનેજર અને છોકરીઓએ કબુલ્યુ કે સ્પામાં સેક્સ રેકેટ ચાલી રહ્યુ છે. તરત એફઆઈઆર થાય. નવાદાના જૈજ્મિન સ્પામાં સ્કૂલની વિદ્યાર્થી સાથે રૂમમાં બે માણસો નગ્ન મળી આવ્યા. પૂછતા કબૂલ્યુ કે સેક્સ રેકેટ ચાલી રહ્યુ છે. કેટલા ઘટિયા માણસો છે. પોલિસ અને એમસીજીની નાક નીચે આ ગોરખધંધો કેવી રીતે ફુલીફાલી રહ્યો છે?કોણ જવાબદાર છે? બંધ કેમ કરતા નથી?

આ પણ વાંચો: મસાજ પાર્લરના રજિસ્ટરથી નવો ખુલાસો, મળતું હતું 'ગુપ્ત મસાજ'

English summary
how much salary dcw chief swati maliwal gets per month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X