For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મસાજ પાર્લરના રજિસ્ટરથી નવો ખુલાસો, મળતું હતું 'ગુપ્ત મસાજ'

છેલ્લા ચાર દિવસમાં દિલ્હીના મસાજ પાર્લર પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને તેમની ટીમે કરેલા દરોડામાં ચોંકાવનારી બાતો સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા ચાર દિવસમાં દિલ્હીના મસાજ પાર્લર પર દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ અને તેમની ટીમે કરેલા દરોડામાં ચોંકાવનારી બાતો સામે આવી છે. મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારને લઈ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસ અને MCDની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. આ દરોડામાં ઘણા મસાજ પાર્લરની રૂમમાંથી નગ્ન અવસ્થામાં લોકો મળ્યા, તો આપત્તિજનક સામાન પણ મળ્યો. કેટલીક જગ્યાએ મસાજ પાર્લરના મેનેજર દિલ્હી મહિલા આયોગની ટીમ જોઈને જ ભાગી ગયા. તો એક મસાજ પાર્લર પર દરોડા દરમિયાન રિસેપ્શન પર એન્ટ્રીનું જે રજિસ્ટર મળ્યું, તેના પરથી ખુલાસો થયો કે ગ્રાહકોને ગુપ્ત મસાજ અપાતું હતું.

સ્પામાં આવુ ગુપ્ત મસાજ અપાય છે

સ્પામાં આવુ ગુપ્ત મસાજ અપાય છે

સ્વાતિ માલીવાલે શુક્રવારે મૉલ્સની અંદર ચાલતા સ્પા સેન્ટર પર દરોડા કર્યા, જ્યાં રિસેપ્શન પર રહેલા એન્ટ્રી રજિસ્ટરથી ચોંકાવનારો ખુલાસો થયો. એન્ટ્રી રજિસ્ટરમાં ગ્રાહકોના નામ X, Y, Z તરીકે લખેલા મલ્યા. સ્વાતિ માલીવાલે આ દરોડાનો વીડિયો પણ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શૅર કર્યો છે. તેમણે લખ્યું,'X,Y,Z અને.... !!! ઘણા સ્પા રજિસ્ટર પ્રમાણે આ મસાજ લેનાર લોકોના નામ છે. સ્પામાં આવું 'ગુપ્ત મસાજ' અપાતું હતું. લોકો અહીં આવીને પોતાનું નામ નથી જણાવતા, ન તો સ્પા માલિકો પૂછે છે. જો કશું ખોટું નથી તો પછી છુપાવવાનું શું?'

ટીમને જોઈ સ્પો બંધ કરી ભાગ્યા મેનેજર

તમને જણાવી દઈએ કે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ દેશની રાજધાનીમાં ચાલી રહેલા સ્પા સેન્ટર પર સતત દરોડા કરી રહ્યા છે. મંગળવારથી શરૂ થયેલા આ દરોડા હજી ચાલી રહ્ય છે. સ્વાતિ માલીવાલ શુક્રવારે પોતાની ટીમ સાથે દિલ્હીના રાજૌરી ગાર્ડનમાં TDI મૉલ પહોંચ્યા હતા. જો કે કેટલાક સ્પા સેન્ટરના મેનેજર દિલ્હી મહિલા આયોગની ટીમ પહોંચતા પહેલા જ સ્પા સેન્ટર બંધ કરીને નાસી ગયા. કેટલાક સ્પા સેન્ટરના ગેટ બહારથી લૉક હતા, પણ અંદર એસી ચાલુ હતા. જેને જોતા લાગતું હતું કે આ સેન્ટર ઉતાવળે બંધ થયા છે. કેટલાક સ્પા સેન્ટર ખુલ્લા હતા, પરંતુ અંદર ન તો મેનેજર હતા, ન તો સ્ટાફ.

બંધ રૂમમાં યુવતીઓ કરે છે મસાજ

બંધ રૂમમાં યુવતીઓ કરે છે મસાજ

સ્વાતિ માલીવાલે દરોડાનો એક વીડિયો શૅર કરતા ટ્વિટમાં લખ્યું,'TDI મૉલ રાજૌરી ગાર્ડનના સ્પામાં નીરિક્ષણ કરવા પહોંચ્યા. આશ્ચર્ય છે કે આ મોલમાં 35 સ્પા છે. આખું બેન્કોક ખુલ્લુ છે. પહોંચતા જ એક એવું સ્પા પકડ્યું, જેનું લાઈસન્સ નહોતું. મોલમાં હોબાળો થયો. તમામ સ્પા મેનેજર, યુવતીઓ અને યુવાનો ફરાર થઈ ગયા. અહીં યુવતીઓ બંધ રૂમમાં યુવકોનું મસાજ કરે છે. શરમજનક. સ્પા વિરુદ્ધ 181 પર ઘણા ફોન આવ્યા છે. અમે જ્યાં જઈ રહ્યા છીએ, લાઈનથી સ્પા બંધ થઈ રહ્યા છે. પંજાબી બાગના પર્ફેક્ટ સ્પા પહોંચ્યા. લાઈન્સ પણ નહોતું. ણા સ્પા ડરના કારણે બંધ કરીને નાસી ચૂક્યા છે. પોલીસ અને MCD પોતાનું કામ કરે તો દિલ્હીના તમામ સ્પા બંધ થઈ જાય! ક્યાં સુધી હાથ પર હાથ રાખીને બેસીશું?'

ધમકીથી નથી ડરતા, બંધ કરાવીશું સ્પા

ધમકીથી નથી ડરતા, બંધ કરાવીશું સ્પા

દિલ્હી પોલીસ પર સવાલ ઉઠાવતા સ્વાતિ માલીવાલે કહ્યું,'નોઈડા પોલીસે તાજેતરમાં જ 14 સ્પા પર રેડ કરીને સેક્સ રેકેટનો ખુલાસો કર્યો હતો. FIR પણ કરી હતી અને સ્પા બંધ કરાવ્યા હાત. જ્યારે યુપી પોલીસ સ્પા અને મસાજ પાર્લર પર કાર્યવાહી કરી શકે તો દિલ્હી પોલીસને FIR નોંધવામાં શું મુશ્કેલી છે. તેમણે તાત્કાલિક ટીમ બનાવીને દિલ્હી મહિલા આયોગ સાથે જવું જોઈએ. પોલીસના કારણે સ્પામાં વેશ્યાવૃત્તિ વિક્સી છે. સ્પા પર FIR ન કરવાના બહાના - યુવતીઓ સગીર અને સ્પાનું લાઈસન્સ. કાયદો છે કે વેશ્યાવૃત્તિ કરાવનાર પર FIR થાય પણ સ્પા પર FIR નથી થતી. ઉપરથી અમારા પર મારપીટ કરવાની ફરિયાદ થઈ રહી છે. શાબાશ પોલીસ. ધમકીઓથી નથી ડરતા. સ્પા બંધ કરાવીશું.'

આ પણ વાંચો: મસાજ પાર્લરના નામે રૂમમાં શું-શું થાય છે, રિપોર્ટરે ગ્રાહક બની કર્યો ખુલાસો

English summary
Delhi spa centers register reveals about secret massage in parlour
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X