'ભાજપ સરકાર મારા પતિને જેલમાં મારી નાખવા માંગે છે', ઈન્ડિયા ગઠબંધનની રેલીમાં બોલ્યા સુનીતા કેજરીવાલ
Lok Sabha Election 2024: રવિવારે ઝારખંડના રાંચીમાં ઈન્ડિયા ગઠબંધનની મોટી રેલી યોજાઈ. ઝારખંડ મુક્તિ મોરચા દ્વારા પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે ઉલ્ગુલાન ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઈન્ડિયા એલાયન્સના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે પણ આ રેલીમાં ભાગ લીધો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે રાંચીમાં ઈન્ડિયા એલાયન્સ દ્વારા આયોજિત ઉલ્ગુલન ન્યાય રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિને જેલમાં મારી નાખવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. સુનીતા કેજરીવાલે એમ પણ કહ્યું કે તેમના એકે એક કોળિયા પર નજર રાખવામાં આવી રહી છે.

સુનીતા કેજરીવાલે કહ્યું, શું મારા પતિનો એ વાંક છે કે તેમણે સારી શાળાઓ બનાવી અને લોકોની સેવા કરી? જ્યારે અરવિંદે આઈઆઈટી પાસ કર્યુ ત્યારે તેમના બધા મિત્રો સારા પૈસા કમાવવા માટે દેશની બહાર ગયા. અમારા લગ્ન નક્કી થયા ત્યારે અરવિંદ કેજરીવાલજીને એક જ પ્રશ્ન હતો. મારે સમાજસેવા કરવી છે, તને કોઈ તકલીફ નથીને? મને કહો, ભાજપે આવા લોકોને જેલમાં ધકેલી દીધા છે.
સુનીતા કેજરીવાલે ઈન્ડિયા એલાયન્સના પ્લેટફોર્મ પરથી કહ્યું કે અત્યારે અરવિંદ કેજરીવાલના ભોજન પર કેમેરો લગાવવામાં આવ્યો છે. દરેક કોળિયા પર નજર રાખવામાં આવી રહી છે. તેમને જેલમાં ઈન્સ્યુલિન આપવામાં નથી આવી રહ્યું, જે તે 12 વર્ષથી લઈ રહ્યા છે, પરંતુ આ લોકો તેમને મારી નાખવા માંગે છે. સુનીતાએ કહ્યું કે જેલમાં પણ કેજરીવાલ ભારત માતાની ચિંતા કરે છે. જો તમે આ વખતે ઈન્ડિયા એલાયન્સને તક આપો છો તો તમે તમારા દેશને ખૂબ જ મહાન બનાવશો.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલે લોકોના અધિકારો માટે ઘણા આંદોલનો કર્યા છે. 2006માં, તેમણે નોકરી છોડી દીધી અને ઝૂંપડપટ્ટીમાં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે બે વાર લાંબા ઉપવાસ કર્યા, તે ડાયાબિટીસના દર્દી છે. ડૉક્ટરોએ ના પાડી, પણ કેજરીવાલજી રાજી ન થયા. સુનીતા કેજરીવાલે કહ્યું કે અરવિંદ કેજરીવાલને સત્તા પ્રત્યે કોઈ લગાવ નથી અને તેઓ દેશને નંબર-1 બનાવવા માંગે છે.












Click it and Unblock the Notifications
