નૉર્થ બ્લૉકમાં બિલ્ડીંગમાં લાગી આગ, વરિષ્ઠ અધિકારીઓ પરિસરમાં હતા હાજર
નવી દિલ્હી: નૉર્થ બ્લૉકમાં ડીઓપી એન્ડ ટીના ઇન્ટરનેશનલ કોઓપરેશન ડિવિઝનની એક બિલ્ડીંગમાં મંગળવારે આગ ફાટી નીકળી હતી તમ પીઆઇબીની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે આગમાં કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે નૉર્થ બ્લૉક બિલ્ડિંગમાં 209 નંબરના રૂમમાં સવારે 9.15 વાગ્યે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ તે રૂમમાં વીજ ઉપકરણોમાં શૉર્ટ સર્કિટ હોવાનું જણાય છે.

CISF, CPWD અને દિલ્હી ફાયર સર્વિસે મળીને 20 મિનિટમાં આગને કાબુમાં લેવા માટે કામ કર્યું હતું. આગથી કોઈ ભૌતિક રેકોર્ડસ અથવા ફાઇલોને નુકસાન થયું નથી. કેટલીક ફર્નિચર વસ્તુઓ અને કેટલાક સાધનોને આંશિક નુકસાન થયું હતું.
દિલ્હી ફાયર સર્વિસ (DFS)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ સાત ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સવારે 9.35 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ડીએફએસ અધિકારીએ જણાવ્યું કે ઝેરોક્ષ મશીન, કેટલાક કોમ્પ્યુટર અને કેટલાક દસ્તાવેજોમાં આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બિલ્ડિંગમાં નહોતા પરંતુ ઘણા વરિષ્ઠ અધિકારીઓ પરિસરમાં હાજર હતા, સૂત્રોએ જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
