RCB vs SRH : હૈદરાબાદનો ધબડકો, બેંગ્લોરની જીત સાથે ઉમ્મીદ બરકરાર

લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલા મુકાબલામાં પહેલી વખત હૈદરાબાદ લડખડાતી જોવા મળી. આ મુકાબલો બેંગ્લોરે 35 રને જીતી લીધો છે.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી કોહલીએ વધુ એક અડધી સદી ફટકારી.

RCB vs SRH

કોહલીએ 41 બોલમાં 51 અને રજત પાટીદારે ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 20 બોલમાં 50 રનની ઈનિંગ રમી. આ સિવાય કેમરૂન ગ્રીને મહત્વની 37 રનની ઈનિંગ રમી.

બીજી તરફ બીજી ઈનિંગમાં બેટિંગ માટે આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદ શરૂઆતથી જ લડખડાતી જોવા મળી. એક પછી એક વિકેટો પડતી રહી અને ટીમ 8 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં માત્ર 171 રન જ બનાવી શકી.

સનરાઈઝર્સ હૈદરાબાદના તમામ બેટ્સમેન મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યાં. ટીમ માટે શાહબાદ સમદે સૌથી વધુ 40 રન બનાવ્યા.

બીજી તરફ બેંગ્લોરના બોલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યા અને સમયે સમયે વિકેટો લેવામાં સફળ રહ્યાં. બેંગ્લોર માટે કર્ણ શર્મા, સ્વપ્નિલ સિંહ અને કેમરૂન ગ્રીને 2-2 વિકેટ લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X