For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કેટલી હોય છે વડાપ્રધાન અને સાંસદોની સેલેરી?

જાણો, કેટલી હોય છે વડાપ્રધાન અને સાંસદોની સેલેરી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ 30મી મેના રોજ દેશના 15મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. આ ભવ્ય કાર્યક્રમમાં 6000થી વધુ મહેમાનોને આમંત્રણ મોકલવાાં આવ્યું હતું, મહેમાનો માટે સ્પેશિયલ મેન્યૂ પણ તૈયાર કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને તેમના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા બાદ આજે બધા જ કેબિનેટ મંત્રીઓને પોર્ટફોલિયો સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ શું તમને ખબર છે કે સંવૈધાનિક પોસ્ટ પર રહેતા લોકોનો પગાર કેટલોય હોય છે? અહીં જાણો સમગ્ર ડિટેઈલ.

વડાપ્રધાનનો પગાર

વડાપ્રધાનનો પગાર

ભારતના વડાપ્રધાનનો પગાર 1.60 લાખ રૂપિયા પ્રતિ માસ હોય છે, પગાર સીવાય પીએમને પ્રતિદિન ભથ્થું પણ મળે છે જે 2000 રૂપિયા હોય છે, જે હિસાબે મહિનાના ભથ્થા પૈકી પીએમને 62000 રૂપિયા અલગથી મળે છે, આ ઉપરાંત 45000 રૂપિયા મતવિસ્તાર ભથ્થું પણ મળે છે.

આવી સુખ-સુવિધા મળે છે

આવી સુખ-સુવિધા મળે છે

પીએમ રિટાયર્ડ થાય ત્યારે તેમને પ્રતિ માસ 20,000 રૂપિયાનું પેન્શન મળે છે અને રહેવા માટે દિલ્હીમાં એક બંગલો મળે છે, જેમાં તેમની સાથે પીએ અને તેમના ચોકીદાર હોય છે.

મફતમાં યાત્રા

મફતમાં યાત્રા

રિટાયર થયા બાદ પણ વડાપ્રધાનને મફતમાં રેલવે અને હવાઈ મુસાફરીનો લાભ મળે છે, એટલું જ નહિ, 6000 રૂપિયા પ્રતિ વર્ષ ઑફિસ ખર્ચ તરીકે પણ આપવામા આવે છે અને એક વર્ષ માટે એસપીજી કવર પણ આપવામાં આવે છે.

સાંસદોનો પગાર

સાંસદોનો પગાર

દેશના તમામ સાંસદોને 'ધી સેલેરી, અલાઉન્સ અને પેંશન ઑફ મેમ્બર્સ ઑફ પાર્લામેન્ટ એક્ટ' અંગર્ગત પગાર આપવામાં આવે છે. જે અંતર્ગત સાંસદોનો બેઝિક પગાર 1 લાખ રૂપિયા અને 45000 મતવિસ્તાર ભથ્થું મળે છે.

ધારાસભ્યોની સેલેરી પણ એક લાખથી વધુ

ધારાસભ્યોની સેલેરી પણ એક લાખથી વધુ

જ્યારે ધારાસભ્યોનો પગાર પણ એક લાખથી વધુ છે, પ્રદેશના હિસાબે ધારાસભ્યોની સેલેરીમાં અંતર જોવા મળે છે, ધારાસભ્યોને સૌથી વધુ પગાર આપતા રાજ્યોમાં તેલંગાણા નંબર 1 પર છે, તેલંગાણામાં ધારાસભ્યોની સેલેરી 2.5 લાખ રૂપિયા પ્રતિ માસ છે, જે બાદ દિલ્હીનો નંબર આવે છે, જ્યાં ધારાસભ્યોની સેલેરી 2.1 લાખ પ્રતિ માસ છે.

હવે દેશનું બજેટ મહિલાના હાથમાં, નિર્મલા સીતારમન નાણામંત્રી બન્યાહવે દેશનું બજેટ મહિલાના હાથમાં, નિર્મલા સીતારમન નાણામંત્રી બન્યા

English summary
how much salary PM and MPs are getting? full details are here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X