For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પહેલી કોરોના વેક્સીન Covaxinની હ્યુમન ટ્રાયલ શરૂ, જાણો તેના વિશે ખાસ વાતો

એક સારા સમાચાર આવી રહ્યા છે અને તે એ કે ભારતની પહેલી કોરોના વેક્સીન COVAXINની હ્યુમન ટ્રાયલની શરૂઆત થઈ ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસથી આખો દેશ બેહાલ છે. સંક્રમણની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વળી, બીજી તરફ દુનિયાભરના વૈજ્ઞાનિક આ જાનલેવા વાયરસની દવા શોધવામાં લાગેલા છે. આ દરમિયાન એક સારા સમાચાર આવી રહ્યા છે અને તે એ કે ભારતની પહેલી કોરોના વેક્સીન COVAXINની હ્યુમન ટ્રાયલની શરૂઆત થઈ ચૂકી છે. ઘણી સંસ્થાોમાં આની હ્યુમન ટ્રાયલ કરવામાં આવી રહી છે. કોવેક્સીનની પહેલી ટ્રાયલમાં 375 લોકોને 125-125ના ત્રણ ગ્રુપમાં વહેંચવામાં આવશે. બધાને વેક્સીનની બે ડોઝ આપવામાં આવશે. બીજો ડોઝ 14 દિવસ બાદ આપવામાં આવશે.

vaccine

પહેલી ટ્રાયલના પરિણામો બીજા ફેઝની દિશા નક્કી કરશે. બીજી ટ્રાયલ 750 લોકો પર કરવામાં આવશે. આ વેક્સીનની પહેલી ટ્રાયલ ઉંદર, સસલા પર કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ વેક્સીનની પહેલી ટ્રાયલ ઉંદર, સસલા પર પણ કરવામાં આવી હતી. આઈસીએમઆરે ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક તરફથી તૈયાર કરવામાં આવી. કોવેક્સીનની ટ્રાયલ માટે 12 સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે. આમાં દિલ્લી અને પટનાના એમ્સ પણ શામેલ છે.

ICMRએ કહ્યુ છે કે મોટાપાયે સાર્વજનિક આરોગ્યના હિતમાં વેક્સીનને જલ્દી લૉન્ચ કરવી જરૂરી છે પરંતુ આના માટે કોઈના આરોગ્ય સાથે બેદરકારી ન કરી શકાય. ભારત બાયોટેક તરફથી બનાવવામાં આવેલ પહેલી વેક્સીન દુનિયાભરના દેશોમાં જાય છે. ભારત બાયોટેક કંપનીએ આ પહેલા પોલિયો, રેબીઝ, ચિકનગુનિયા, જાપાની ઈનસેફ્લાઈટિસ, રોટાવાયરસ અને ઝીકા વાયરસ માટે વેક્સીન બનાવી છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટકચ્છ-સૌરાષ્ટ્રમાં ચક્રવાતની હલચલ, ભારે વરસાદની સંભાવના, 48 કલાકની એલર્ટ

English summary
Human trials of Covaxin India's first coronavirus vaccine on 375 people starting soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X