For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાહિત મહિલા સાથે મંદિરમાં ફેરા લઇ રહ્યો હતો બાબા, પહોંચ્યો તેનો પતિ

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ઢોંગી બાબાની કરતૂતો સામે આવે છે. અહીં એક પાખંડી બાબાએ વિવાહિત મહિલાને પોતાની જાળમાં ફસાઈ લીધી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના બરેલીમાં એક ઢોંગી બાબાની કરતૂતો સામે આવે છે. અહીં એક પાખંડી બાબાએ વિવાહિત મહિલાને પોતાની જાળમાં ફસાઈ લીધી. બાબા તે મહિલાને લઈને મંદિરમાં પહોંચી ગયો અને તેની સાથે લગ્ન કરવા લાગ્યો. આ વાતની ભનક મહિલાના પતિને લાગી ગયી. ત્યારપછી મહિલાના પતિએ પોતાના પરિવાર સાથે મળીને તે ઢોંગી બાબાને પકડી લીધો અને તેની જોરદાર ધુલાઈ કરી. બધાની વચ્ચે તેના માથાનું મુંડન કરી નાખ્યું. બાબાએ પોલીસ ચોકી ભાગીને પોતાનો જીવ બચાવ્યો. હાલમાં પોલીસ આખા મામલે જાંચ કરી રહી છે.

wife marrying a saint

આ ઘટના બરેલીના નવાબગંજ ચોકી વિસ્તારની છે. નવાબગંજ ના એક મંદિરમાં એક ઢોંગી બાબાએ વિવાહિત મહિલાને પોતાની જાળમાં ફસાવીને લગ્ન માટે મનાવી લીધી. ત્યારપછી બંને લગ્ન કરવા માટે મંદિર પણ પહોંચી ગયા. મહિલાના પતિને જેવી તેના વિશે માહિતી મળી તે પોતાના પરિવાર સાથે મંદિર પહોંચ્યો. મહિલાના પતિ અને પરિવારે પહેલા તો ઢોંગી બાબાની પીટાઈ કરી, ત્યારપછી તેનો ટકો કરી નાખ્યો.

wife marrying a saint

બરેલીના એસપી સતીશ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બાબા વીરેન્દ્ર દાસ શાહજહાંપુર ના રહેવાસી છે. બાબાએ વિવાહિત મહિલા સાથે લગ્ન કરી લીધા તેનું હલ્કનામુ પણ તૈયાર કરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાબાના ગુરુ સુરેશચંદ્ર દાસે તેનું મુંડન કરાવીને તેને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરાવ્યો. એસપી ગ્રામીણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાના પતિ ઘ્વારા તેની વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારપછી બંને વચ્ચે લડાઈ થયી. આખા મામલા વિશે જાંચ કરવામાં આવી રહી છે જાંચ પછી જ કંઈક કહેવામાં આવશે.

English summary
Husband caught his wife marrying a saint in temple in Bareilly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X