For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોબ્રા કરડાવી પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા!

કેરળના કોલ્લમની એક કોર્ટે કોબ્રા સાપ કરડાવી પત્નીની હત્યા કરનાર દોષિત પતિને આજીવન કેદની સજા ફટકારી છે. કેરળમાં સામે આવેલા આ અવિશ્વસનીય હત્યા કેસમાં કોર્ટે મહિલાના પતિને દોષિત ઠેરવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

તિરુવનંતપુરમ, 13 ઓક્ટોબર : કેરળના કોલ્લમની એક કોર્ટે કોબ્રા સાપ કરડાવી પત્નીની હત્યા કરનાર દોષિત પતિને આજીવન કેદની સજા ફટકારી છે. કેરળમાં સામે આવેલા આ અવિશ્વસનીય હત્યા કેસમાં કોર્ટે મહિલાના પતિને દોષિત ઠેરવ્યા છે. તેને પોતાની ઉંઘી રેહલી પત્ની પર એક ઝેરી કોબ્રા સાપ છોડી દીધો હતો, જેના કારણે મહિલાને કરડ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. આ કેસમાં ફરિયાદીએ કોર્ટમાંથી દોષિતોને ફાંસીની સજાની માંગણી કરી હતી.

Cobra Snake

તમને જણાવી દઈએ કે 32 વર્ષીય પી સૂરજ સોમવારે પોતાની પત્નીની હત્યા માટે દોષિત સાબિત થયો હતો, જે પછી બુધવારે સજા સંભળાવવાની હતી. કોર્ટે કહ્યું હતું કે દોષિત વ્યક્તિ આ જઘન્ય અપરાધ માટે કોઈ સહાનુભૂતિને પાત્ર નથી. સૂરજ IPC ની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 328 અને 201 હેઠળ દોષિત સાબિત થયો હતો. 7 મે, 2020 ના રોજ તેની પત્નીને ડ્રગ આપ્યું હતું અને પછી કોબ્રાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી હતી.

દોષિત પી સુરજની 25 વર્ષીય પત્ની ઉથરાનું કોબ્રા કરડવાથી સારવાર દરમિયાન મોત થયું હતું. કેસની તપાસમાં જાણવા મળ્યું કે પતિ સૂરજે તેની પત્નીને કોબ્રાથી મારવાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ ભૂતકાળમાં પણ તેની પત્નીને કોબ્રા કરડાવ્યો હતો પરંતુ તે સમયે તે બચી ગઈ હતી. જોકે, ઉથરાનું બીજી વખત મૃત્યુ થયું હતું. તપાસ દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને સ્થાનિક સાપ હેંડલર સુરેશ મળ્યો, જે પાછળથી સરકારી સાક્ષી બન્યો હતો. સુરેશે કબૂલાત કરી કે તેણે સૂરજને કોબ્રા પકડવાની તાલીમ આપી હતી અને તેણે સાપ પણ આપ્યો હતો. 6 મે, 2020 ના રોજ ઉથરા સૂઈ ગયા પછી સૂરજે કથિત રીતે તેના પર કોબ્રા સાપ છોડી દીધો. સુરજે તેની પત્નીને બે વાર કરડવા માટે કોબ્રાને ઉશ્કેર્યો હતો.

English summary
Husband sentenced to life imprisonment for killing wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X