હૈદરાબાદ ડૉક્ટર હત્યાઃ પાર્કિંગમાં જોઈ બનાવ્યો ગેંગરેપનો પ્લાન, જાણો હેવાનિયતની આખી કહાની

તેલંગાનાના હૈદરાબાદમાં એક એવો કેસ સામે આવ્યો છે જે જાણીને તમે વિચલિત થઈ જશો.

તેલંગાનાના હૈદરાબાદમાં એક એવો કેસ સામે આવ્યો છે જે જાણીને તમે વિચલિત થઈ જશો. સાચુ માનીએ તો એક મહિલા વેટનરી ડૉક્ટર સાથે થયેલી વિકૃતિની ઘટનાએ સાત વર્ષ જૂના દિલ્લીના નિર્ભયા કાંડની ખોફનાક યાદો તાજી કરાવી દીધી છે. આ ઘટનાથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. મહિલા ડૉક્ટર સાથે પહેલા ગેંગરેપ કરવામાં આવ્યો બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી. નરાધમોએ ઓળખ છૂપાવવા માટે ડૉક્ટરના શબને કેટલાય કિલોમીટર દૂર લઈ જઈને રંગા રેડ્ડી જિલ્લાના એક પુલ પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધુ. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ ગુનાને અંજામ આપવા દરમિયાન દારૂ પીધો હતો. પોલિસે આ કેસમાં ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે થઈ છે. આરોપીઓએ પોલિસને જણાવ્યુ કે કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો.

સ્કૂટી પંચર કરી દીધુ, મદદના નામ પર લેડી ડૉક્ટરનુ કર્યુ અપહરણ

સ્કૂટી પંચર કરી દીધુ, મદદના નામ પર લેડી ડૉક્ટરનુ કર્યુ અપહરણ

પોલિસે જણાવ્યુ કે ચારે યુવકો ટોલ પ્લાઝા પર ઉભા હતા. આ દરમિયાન નરાધમોએ ડૉક્ટરને પાર્કિંગ પાસે જોઈ હતી અને પછી દારૂ પીતા પીતા ગેંગરેપનો પ્લાન બનાવ્યો હતો. નવીન નામના યુવકે મહિલા ડૉક્ટરની સ્કૂટીનુ પંક્ચર કરી દીધુ હતુ. રાતે 9.18 વાગે મહિલા ડૉક્ટર પોતાનુ સ્કૂટી લેવા પહોંચી. પરંતુ ગાડી પંક્ચર હતી તો આરિફે મદદ કરવા માટે હાથ લંબાવ્યો. શિવા નામનો યુવક સ્કૂટી લઈને અને ગયો અને કહ્યુ કે દુકાન બંધ થઈ ગઈ છે.

ગળુ દબાવીને મારી, પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ગળુ દબાવીને મારી, પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ત્યારબાદ આ નરાધમોએ મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ કર્યો. પોલિસે જણાવ્યુ કે આરોપીઓએ ઘટનાને અંજામ આપીને ડૉક્ટરના મોઢા અને નાકને જોરથી દબાવી રાખ્યુ જેથી બહાર અવાજ ન જઈ શકે અને આના કારણે શ્વાસ રૂંધાવાથી યુવતીનુ મોત થઈ ગયુ. પોલિસે જણાવ્યુ કે ગેંગરેપ અને યુવતીની હત્યા બાદ આરોપીઓએ પેટ્રોલ ખરીદ્યુ અને પછી તેને સળગાવી દીધી.

જાણો ઘટનાક્રમ

જાણો ઘટનાક્રમ

હૈદરાબાદ-બેંગલુરુ હાઈવે પર એક સરકારી મહિલા ડૉક્ટરની અર્ધ બળેલી લાશ મળી હતી. લાશ મળ્યા બાદ માનવામાં આવી રહ્યુ હતુ તે 26 વર્ષની મહિલા ડૉક્ટર સાથે રેપ બાદ તેની હત્યા કરી દેવામાં આવી છે. હેવાનિયતની હદ તો એ હતી કે આરોપીઓએ ડૉક્ટરની લાશને સળગાવીને એક ફ્લાયઓવરની નીચે ફેંકી દીધી હતી. વાસ્તવમાં મહિલા ડૉક્ટર રાતે પોતાના ઘરે પાછી જઈ રહી હતી, આ દરમિયાન રસ્તામાં તેનુ સ્કૂટી પંક્ચર થઈ ગયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X