• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ શું કહે છે ચારે આરોપીઓનો પરિવાર?

|

તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરના દુષ્કર્મ અને હત્યા કેસથી આખો દેશ ગુસ્સામાં છે. મહિલાઓ પોતાની સુરક્ષા માટે ઘણી ભયભીત છે. પોલિસે ચારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે શું તેમને ફાંસી મળશે? હવે આ કેસમાં બધા આરોપીઓના પરિવારોના નિવેદન પણ આવી ગયા છે.

આરોપીઓની ઓળખ

આરોપીઓની ઓળખ

આરોપીઓની ઓળખ મોહમ્મદ આરિફ (પીળા રંગના શર્ટમાં ફોટોમાં), જોલુ શિવા (સફેદ શર્ટમાં), જોલુ નવીન (વાદળી શર્ટમાં) અને ચેન્ના કેશવલ્લુ (નારંગી શર્ટમાં) તરીકે થઈ છે.

ઘટનાના બીજા આરોપી જોલુ શિવાએ શું કર્યુ?

ઘટનાના બીજા આરોપી જોલુ શિવાએ શું કર્યુ?

ઘટનાના બીજા આરોપી જોલુ શિવાએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યુ. આ એ જ છે જેણે પીડિતાને કહ્યુ હતુ કે તે એની સ્કૂટીને રિપેર કરાવવામાં તેની મદદ કરશે. જો કે હકીકત એ હતી કે સ્કૂટીના ટાયરને પંક્ચર ચારેએ મળીને કર્યુ હતુ. પોલિસનુ કહેવુ છે કે જોલુએ પહેલા પીડિતા સાથે કમ્પાઉન્ડમાં રેપ કર્યો. પછી તે પેટ્રોલ ખરીદીને લાવ્યો અને શાદનગર રસ્તા પર શબમાં આગ લગાવી દીધી.

આ પણ વાંચોઃ હૈદરાબાદ રેપ હત્યાઃ પોલિસ રિમાન્ડ કૉપીમાં સામે આવ્યા એ ખોફનાક 6 કલાક, વાંચો આખો રિપોર્ટ

શું કહે છે જોલુ શિવાના પિતા?

શું કહે છે જોલુ શિવાના પિતા?

ધ ક્વિન્ટના રિપોર્ટ મુજબ જોલુ શિવાના પિતા જોલુ રાજપ્પા પાસે પોલિસે તેમના દીકરાની ધરપકડ બાદ 29 ઓક્ટોબરે અમુક દસ્તાવેજો પર સહી કરાવી હતી. રાજપ્પાનુ કહેવુ છે, મને અપમાનિત અનુભવાયુ, પોલિસવાળા ટોણા મારી રહ્યા હતા. તે બોલી રહ્યા હતા કે અમે બાળકોને ખોટા રસ્તે કેમ જવા દીધા, અમારે તેમનામાં ડર પેદા કરવો જોઈતો હતો, અમારે તેમને કોઈ બીજા કામમાં મોકલવાના હતા. તે અમને પૂછતા રહ્યા કે અમે અમારા બાળકોને ભટકવા કેમ દીધા. મે કંઈ કહ્યુ નહિ. બસ જોયુ અને સાંભળી લીધુ. હું શું કહી શકુ? શું આ જ કારણ છે કે આપણે એક દીકરો ઈચ્છતા હતા? આ પરિવારનુ કહેવુ છે કે તેમને પોતાના દીકરાના સમાચાર મળ્યા બાદ શરમમાં મૂકાવુ પડી રહ્યુ છે. રાજપ્પા કહે છે, મને મારા દીકરાથી કંઈ નથી જોઈતુ, મે એનો ત્યાગ કર્યો છે... ટ્રાયલ શરૂ થવા પર અમે કોર્ટ પણ નહિ જઈએ. તે મારા માટે મરી ગયો છે. પોતાના સાસરિયાથી આવેલી શિવાની બહેનનુ કહેવુ છે કે, ‘એને મારી દો, એને બીજુ શું કરવુ જોઈએ? તેણે જે કર્યુ છે ત્યારબાદ તેની પાસે બીજુ શું છે? એને મારી દો.'

ત્રીજા આરોપીએ શું કર્યુ?

ત્રીજા આરોપીએ શું કર્યુ?

જોલુ નવીન સ્કૂટીનુ ટાયર પંક્ચર કરવામાં શામેલ હતો. જોલુ નવીન અને બાકી બે આરોપી પીડિતાને ઢસડીને કમ્પાઉન્ડ સુધી લઈને આવ્યા હતા. નવીને પણ પીડિતાનુ દુષ્કર્મ કર્યુ છે. તે શિવા સાથે પેટ્રોલ ખરીદવા ગયો હતો અને શબને શિવા સાથે મળીને સળગાવ્યુ હતુ.

શું કહે છે જોલુ નવીનનો પરિવાર?

જોલુ શિવાના પિતા રાજપ્પા પોલિસ સ્ટેશનમાં જોલુ નવીન માટે પણ ગયા. તે એમની બહેનનો દીકરો છે. નવીનના પિતાનુ 12 વર્ષ પહેલા કેન્સરના કારણે મોત થઈ ગયુ હતુ. એટલે તેના માટે પોલિસ સ્ટેશ શિવાના પિતા જ ગયા. નવીનની મા એકલી પરિવારનુ ભરણપોષણ કરે છે. પોતાના દીકરાની હરકત પર લક્ષ્મીનુ કહેવુ છે, ‘તેણે પસ્તાવો, ગુનાબોજ કે કોઈ પણ વસ્તુના લક્ષણ ન બતાવ્યા. તે એકદમ ઠીક હતો. ગઈ રાતે જે કંઈ પણ થયુ, તેણે એ વિશે કંઈ ન કહ્યુ. જેમ તે સામાન્ય રીતે જમે છે તેમ તે જમ્યો અને સૂવા માટે જતો રહ્યો.'

‘તેને સજા મળવી જોઈએ'

નવીન ગયા છ મહિના પહેલા લૉરી ક્લીનરનુ કામ કરતો હતો. એ રાતે તેના દોસ્તોએ તેને મદદ માટે બોલાવ્યો હતો. તેની મા કહે છે, ‘તે મહિનામાં બેથી ત્રણ હજાર રૂપિયા સુધી કમાઈ લે છે. તેનાથી વધુ નથી કમાતો. હું ચોંકી ગઈ હતી કે જે નોકરીને તે છ મહિના પહેલા છોડી ચૂક્યો છે તો હવે તે કેમ ગયો છે? તેણે આગળ કહ્યુ, સ્પષ્ટ છે હું તેનાથી ગુસ્સે છુ. તેણે આવુ કરવાની હિંમત કેવી રીતે કરી. તેણે આ વિશે વિચારવાની હિંમત કેવી રીતે કરી? મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મારો દીકરો આવો વ્યક્તિ હોઈ શકે છે પરંતુ હું બહુ ગુસ્સામાં છુ. તેને સજા મળવી જોઈએ.'

ચોથા આરોપીએ શું કર્યુ?

ચોથા આરોપીએ શું કર્યુ?

શિવા અને નવીન અપરિણીત છે જ્યારે ચોથો આરોપી ચેન્ના કેશવલ્લુના છ મહિના પહેલા જ લગ્ન થઈ ચૂક્યા છે. તે પણ પીડિતાને બાકીના ગુનેગારો સાથે કમ્પાઉન્ડ સુધી લઈને આવ્યો, દુષ્કર્મ કર્યુ, શબને લૉરીમાં નાખ્યુ અને જ્યારે શબને સળગાવ્યુ ત્યારે તે ત્યાં હાજર હતો. તેની મા જયમ્માએ દાવો કર્યો છે કે, ‘તે કામ નથી કરતો કારણકે તેને કિડનીની સમસ્યા છે. તે રાતે એ ઘરે આવીને આરામથી સૂઈ ગયો. ના તો આ વિશે તેણે પરિવારને કંઈ કહ્યુ અને ના પોતાની પત્નીને. ચેન્નાની મા કહે છે, એણે ભૂલ કરી થએ, તેને કડક સજા મળવી જોઈએ. કોઈ પણ એવો વ્યક્તિ નથી જે પોતાની મા પાસેથી છીનવાઈ રહેલ બાળકની પીડાને સમજી શકે છે. હું દુઃખમાં છુ અને મને ખબર નથી પડતી કે તે આવુ કેમ અને કેવી રીતે કરી શકે છે, એને કડકમાં કડક સજા મળવી જોઈએ.'

પહેલા આરોપીએ શું કર્યુ?

પહેલા આરોપીએ શું કર્યુ?

જ્યાં બાકીના ત્રણ આરોપીઓના પરિવારે કહ્યુ છે કે તેમના ત્રણ દીકરાને સજા મળવી જોઈએ. ત્યાં પહેલા આરોપી એટલે કે મોહમ્મદ આરિફના પરિવારે આવુ નથી કહ્યુ. ચોંકાવનારી વાત તો એ છે કે બાકી આરોપીઓથી અલગ મોહમ્મદે પોતાના પરિવારને જણાવ્યુ કે તે ઘરે એટલા માટે મોડો આવ્યો કારણકે તેણે એક મહિલાને મારી દીધી છે. મોહમ્મદની માનુ કહેવુ છે, ‘મારો દીકરો મોહમ્દ 29 નવેમ્બરની સવારે લગભગ એક વાગે આવ્યો. તે ડરી ગયેલો હતો અને અમને કહી રહ્યો હતો કે તેણે કોઈને મારી દીધી છે. તે બોલી રહ્યો હતો કે તે એક તરફથી લૉરી ચલાવી રહ્યો હતો અને બીજી તરફથી બાઈક પર મહિલા આવી રહી હતી. તેણે તેની બાઈકમાં ટક્કર મારી અને તેને મારી દીધો.'

English summary
whole country protest for justice in hyderabad doctor rape murder case know what four accused family said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X