For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ચૂંટણીઃ ભાજપે જારી કર્યો ફ્રી કોરોના વેક્સીનવાળો મેનિફેસ્ટો, શાહ-યોગી સંભાળશે મોરચો

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ(GHMC) ચૂંટણી માટે ભાજપે પોતાનુ ઘોષણાપત્ર જારી કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ(GHMC) ચૂંટણી માટે ભાજપે પોતાનુ ઘોષણાપત્ર જારી કરી દીધુ છે. બિહાર ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ ભાજપે હૈદરાબાદના લોકોને ફ્રીમાં કોરોના વેક્સીન આપવાનુ વચન આપ્યુ છે. આ ઉપરાંત પાણી અને વીજળી પણ મફતમાં આપવાની વાત કહી. મેનિફેસ્ટો ઉપરાંત ભાજપે આ ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. હૈદરાબાદની નગરપાલિકા સ્તરની ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહ અને યુપી સીએમ યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત સ્મૃતિ ઈરાની અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ ચૂંટણીનો પ્રચાર કરશે.

bjpmeni

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ભાજપના મેનીફે્સ્ટો જારી કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યુ કે જો અમારી પાર્ટી ચૂંટણી જીતશે તો મહાનગરમાં બધા લોકોની કોરોના તપાસ મફતમાં કરાવવામાં આવશે અને વેક્સીનનો ડોઝ પણ બધાને ફ્રીમાં લગાવવામાં આવશે.

ભાજપના મેનિફેસ્ટોમાં કયા કયા વચનો?

હૈદરાબાદ ચૂંટણી માટે ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં મુખ્ય સાત વચનો આપવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ મહત્વ હૈદરાબાદમાં બધાને કોરોના મહામારીની વેક્સીન મફતમાં આપવાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત બીજા જે વચનો છે તે આ પ્રકારે છે... પૂર પીડિતોને 25 હજાર રૂપિયાનુ વળતર મળશે. મફતમાં પાણી અને વીજળી આપવાની પણ વાત કહેવામાં આવી છે. મેટ્રો અને બસમાં મહિલાઓને નિશુલ્ક આવવા જવાની સુવિધા આપવામાં આવશે. એક લાખ લોકોને આવાસ યોજના હેઠળ ઘર મળશે. 17 ડિસેમ્બરને તેલંગાના મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવશે. શાળાના બાળકોને ફ્રીમાં ટેબ આપવામાં આવશે અને સરકારી સ્કૂલોમાં વાઈફાઈ લગાવવામાં આવશે. બધાની મફતમાં કોરોના તપાસ કરાવવામાં આવશે.

ક્યારે છે ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ(GHMC)ચૂંટણી એક ડિસેમ્બરે થવાની છે. 150 વૉર્ડ માટે એક ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં ભાજપ અને AIMIMમાં કાંટાની ટક્કર થશે. નિગમનુ આ વર્ષનુ બજેટ 5380 કરોડ રૂપિયા હશે.

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6ના મોતરાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 6ના મોત

English summary
Hyderabad Election: BJP releases manifesto, promises for covid 19 free vaccine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X