For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયત

હૈદરાબાદ ગેંગરેપઃ પીડિતા વિરુદ્ધ અશ્લીલ પોસ્ટ કરનાર શખ્સની અટકાયત

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ બાદ હત્યાની ઘટનાથી આખા દેશમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર પ્રદર્શનો થી રહ્યાં છે. આ મામલે કેટલાય લોકો આરોપીઓને રસ્તા વચ્ચે ફાંસી આપી દેવાની માંગ કરી રહ્યા છે તો કેટલાય લોકોએ જલદીમાં જલદી સજા આપવાની માગ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોની તુચ્છ હરકતો પણ જોવા મળી રહી છે. હૈદરાબાદની સાઈબર ક્રાઈમ પોલીસે આવા જ મામલે એક શખ્સની અટકાયત કરી છે. આ શખ્સે હૈદરાબાદ ગેંગરેપ પીડિતા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અશ્લીલ ટિપ્પણી કરી હતી.

હૈદરાબાદ પીડિતા વરુદ્ધની પોસ્ટ પર કાર્યવાહી

હૈદરાબાદ પીડિતા વરુદ્ધની પોસ્ટ પર કાર્યવાહી

આ કાર્યવાહીને લઈ હૈદરાબાદ પોલીસે જણાવ્યું કે આરોપી શખ્સે સોશિયલ મીડિયા પર હૈદરાબાદ ગેંગરેપ પીડિતા માટે અશ્લીલ અને વિવાદિત ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયા પર આરોપીની પોસ્ટ વાયરલ થયા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે આ મામલાની તપાસ કરી. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. હૈદારાબાદના જોઈન્ટ પોલીસ કમિશ્નર અવિનાશ મોહંતીએ આ જાણકારી આપી છે.

પોસ્ટ વાયરલ થવા પર કેટલાક લોકોએ ફરિયાદ કરી

પોસ્ટ વાયરલ થવા પર કેટલાક લોકોએ ફરિયાદ કરી

અવિનાશ મોહંતીએ જણાવ્યું કે હૈદરાબાદ પીડિતાને લઈ આોપી શખ્સ તરફથી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટને કેટલાક અન્ય યૂઝર્સે પણ શેર કરી અને પછી વાંધાજનક ટિપ્પણી કરી. જો કે આ વિવાદિત પોસ્ટ વાયરલ થયા બાદ કેટલાક યૂઝર્સે હૈદરાબાદની સાઈબર ક્રાઈમ પોલીસને આ અંગે જાણકારી આપી છે. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ શખ્સની ધરપકડ કરી લીધી.

હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરી

હૈદરાબાદ સાઈબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરી

હાલ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપી શખ્સ વિરુદ્ધ આઈટી એક્ટની કલમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. મળી રહેલ જાણકારી મુજબ પીડિતાને લઈ વિવાદિત ટિપ્પણીના મામલે અન્ય એક શખ્સ વિરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે, જો કે હજુ તેની ધરપકડ થઈ નથી. સાથે જ સાઈબર ક્રાઈમ પોલીસ ટીમ સતત સોશિયલ મીડિયા પર આ મામલે ગંભીરતાથી નજર રાખી રહી છે.

નિર્ભયાના દોષિતોને ગમે ત્યારે ફાંસી થઈ શકે, પરંતુ જેલ પ્રશાસન પાસે જલ્લાદ જ નથીનિર્ભયાના દોષિતોને ગમે ત્યારે ફાંસી થઈ શકે, પરંતુ જેલ પ્રશાસન પાસે જલ્લાદ જ નથી

English summary
Hyderabad Police nabbed an accused objectionable messages on social media of the veterinary Doctor Murder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X