For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ ડૉક્ટર કેસમાં મહિલાઓમાં ગુસ્સો, 7 વાગ્યા પછી ઘરમાં રહે પુરુષો, Video વાયરલ

તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની ગેંગરેપ બાદ હત્યાની ઘટના વિશે સંસદથી લઈને સડક સુધી નારાજગી છે. એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પુરુષોને 7 વાગ્યા પછી ઘરમાં રહેવા માટે કહી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાનાના હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરની ગેંગરેપ બાદ હત્યાની ઘટના વિશે સંસદથી લઈને સડક સુધી નારાજગી જોવા મળી રહી છે. આ હેવાનિયાતની ઘટના બાદ મહિલાઓ પોતાની અને પોતાની બાળકીઓની સુરક્ષા માટે ચિંતિત છે. વળી, આરોપીઓને વહેલી તકે સજા અપાવવા અને બળત્કાર કેસમાં કડક કાયદો બનાવવાની માંગ માટે હૈદરબાદ સહિત આખા દેશમાં પ્રદર્શન થઈ રહ્યુ છે.

હૈદરાબાદમાં મહિલાઓએ કર્યુ પ્રદર્શન

હૈદરાબાદમાં મહિલાઓએ કર્યુ પ્રદર્શન

હૈદરાબાદ અને તેલંગાનાના વિવિધ વિસ્તારોમાં આ જધન્ય ગુના સામે પ્રદર્શન મંગળવારે પણ જારી છે. વળી, સોમવારે પણ આ ઘટના સામે મહિલાઓ રસ્તા પર ઉતરી અને હાથમાં પોસ્ટરો લઈને તે પ્રદર્શન કરી રહ્યા હતા. છાત્રો, વકીલો, એનજીઓ અને સમાજના અન્ય વર્ગના લોકોએ ગેંગરેપ અને હત્યાની આ ઘટના સામે પ્રદર્શન કર્યુ. આ દરમિયાન એક મહિલાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પુરુષોને 7 વાગ્યા પછી ઘરમાં રહેવા માટે કહી રહ્યા છે.

‘મહિલાઓ 7 વાગ્યા પથી કેમ ઘરમાં રહે, પુરુષો કેમ નહિ'

‘મહિલાઓ 7 વાગ્યા પથી કેમ ઘરમાં રહે, પુરુષો કેમ નહિ'

વાયરલ વીડિયોમાં મહિલા કહે છે કે, ‘મહિલાઓ 7 વાગ્યા પછી ઘરમાં કેમ રહે, પુરુષો કેમ નહિ? બધા પુરુષો સાંજે 7 વાગ્યા પછી પોતાના ઘરમાં રહે કારણકે આ બધાનુ કારણ એ જ છે. જો આમ થશે તો જ મહિલાઓ સુરક્ષિત રહી શકશે. કોઈ પોલિસ કે મારા ભાઈ કે કોઈ પણ અન્ય મારી સુરક્ષા ના કરો. બધી સમસ્યાનુ કારણ તમે જ છો, તમે સાત વાગ્યા પછી ઘરમાં રહો.'

આ પણ વાંચોઃ હૈદરાબાદ ગેંગરેપઃ આજે સુનાવણી, આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગશે પોલિસઆ પણ વાંચોઃ હૈદરાબાદ ગેંગરેપઃ આજે સુનાવણી, આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગશે પોલિસ

મહિલાનો આ વીડિયો થઈ રહ્યો છે વાયરલ

ટ્વિટર પર એક યુઝરે મહિલાનો વીડિયો શેર કર્યો છે જેને હજારો લોકોએ જોયો છે. આ વીડિયો પર વિવિધ પ્રકારના રિએક્શન આવી રહ્યા છે. ઘણી મહિલાઓ આ વાતથી સંમત પણ છે તો અમુક પોલિસ અને પ્રશાસન પર સવાલ ઉઠાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હૈદરાબાદની મહિલા ડૉક્ટરનો રેપ અને બાદમાં હત્યાની ઘટના સામે આખો દેશ ઉકળી રહ્યો છે. લોકો પીડિતાને ન્યાય અપાવવા અને મા-દીકરીઓની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના સુદ્ધા માંગી રહ્યા છે.

મહિલાઓની સુરક્ષા માટે ભગવાન પાસે કરી પ્રાર્થનાઓ

મહિલાઓની સુરક્ષા માટે ભગવાન પાસે કરી પ્રાર્થનાઓ

હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરમાં એકસાથે શ્રદ્ધાળુઓ અને પૂજારીઓએ આ જધન્ય ઘટનાના વિરોધમાં અનોખો વિરોધ કર્યો. સાથે જ પીડિતાને ન્યાય અપાવવા માટે અને બીજી છોકરીઓની રક્ષા માટે વિશેષ પ્રાર્થના પણ આયોજિત કરવામાં આવી. આ દરમિયાન 20 મિનિટ સુધી મંદિરમાં પ્રવેશ અટકાવી દેવામાં આવ્યો. વળી, આ ઘટના સામે મંગળવારે દિલ્લીમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને તે પોતાની સુરક્ષા અને રેપ જેવા જધન્ય ગુનાના કેસમાં દોષિતો માટે તરત સજાની માંગ કરી રહ્યા છે. આ ઘટના પર રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યુ કે આવુ કામ કરનાર લોકોની સાર્વજનિક રીતે લિંચિગ થવી જોઈએ. વળી, ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તીએ પણ જયા બચ્ચનના આ નિવેદનનુ સમર્થન કર્યુ.

English summary
hyderabad vet gangrape and murder, protest with lock men up after 7pm poster
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X