• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેપ્ટન અમરિંદર સિંહે કર્યુ નવી પાર્ટી બનાવવાનુ એલાન, કહ્યુ - હું ચૂંટણી માટે તૈયાર છુ

|
Google Oneindia Gujarati News

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આજે હયાત રીજન્સીમાં પ્રેસ કૉન્ફરન્સ કરીને પોતાના કાર્યકાળમાં પંજાબમાં કરવામાં આવેલા કાર્યોનુ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યુ અને એ પણ કહ્યુ કે તે નવી પાર્ટી બનાવી રહ્યા છે પરંતુ તેના વિશે આજે એલાન નહિ કરે કારણકે પાર્ટી રચના પર તેમના વકીલો સાથે મંથન ચાલુ છે. મંથનની પ્રક્રિયા બાદ તે પાર્ટીના નામને સાર્વજનકિ કરશે. તેમણે ભાજપ સાથે ગઠબંધનવાળા સવાલ પર કહ્યુ કે તેમના સાથે આ વિશે કોઈ વાતચીત નથી થઈ.

ત્યારબાદ અમરિંદર સિંહે પોતાની સરકારના લેખા-જોખા રજૂ કર્યા અને કહ્યુ કે તેમના કાર્યકાળમાં દરેક વચનો પૂરા થયા છે. તેમણે કહ્યુ કે અમે મેનિફેસ્ટોના 92 ટકા કામ પૂરા કર્યા છે. તેમની કેબિનેટના એક મંત્રીએ તેમના પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે, અમારી સરકારે ઘણા કામ કર્યા છે, અમારી પાર્ટીનો કોઈ પણ ધારાસભ્ય મારાથી નારાજ નહોતો પરંતુ હવે આ વાતોનો કોઈ અર્થ નથી, હું ખુદને અપમાનિત અનુભવી રહ્યો હતો માટે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ.

તેમણે કહ્યુ કે રાજ્યના સુરક્ષા ઉપાયોને લઈને જે મારો ઉપહાસ કરે છે તેમને ખુદને કંઈ ખબર નથી, હું 10 વર્ષ સેનામાં રહ્યો છુ. બીજી તરફ હું 9.5 વર્ષ પંજાબનો ગૃહમંત્રી રહ્યો અને સંવેદનશીલ મુદ્દાઓ મારા આધીન હતા. જે એક મહિનો ગૃહમંત્રી રહ્યા તે કહે છે કે તે મારા કરતા વધુ જાણે છે. હાલમાં રાજ્ય માટે પાકિસ્તાની અને ખાલિસ્તાની બે મોટા જોખમ છે. સવાલ એ છે કે જે પણ ડ્રોન દ્વારા હથિયાર પાડવામાં આવ્યા તે ક્યાં ગયા? ડ્રોન મામલે પાકિસ્તાનનો હાથછે, આઈએસઆઈ પણ આમાં સક્રિય છે.

આજે કેમ યાદ આવી અરુસા આલમ?

અમરિંદર સિંહે અરુસા આલમ વિશે કહ્યુ કે આજે તેના વિશે પ્રશ્ન કેમ કરવામાં આવી રહ્યા છે, છેલ્લા 16 વર્ષમાં તો એક વાર પણ પૂછવામાં ન આવ્યુ. હવે જ્યારે ચૂંટણી આવી તો સવાલ કેમ ઉઠી રહ્યા છે? કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુ પર પણ નિશાન સાધ્યુ અને કહ્યુ કે તે અમારા સમર્થકોને ભડકાવવાનુ કામ કરી રહ્યા છે. સાચુ તો એ છે કે તેમના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસની લોકપ્રિયતામાં 25 ટકાનો ઘટાડો થયો છે. અમે ત્યાંથી ચૂંટણી લડીશુ જ્યાંથી સિદ્ધુ ઉભા રહેશે.

'મારા સમર્થકોને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે'

પ્રેસ કૉન્ફરન્સ પહેલા અમરિંદર સિંહે ટ્વિટ કર્યુ હતુ કે, 'મારા સમર્થકોને ડરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને તે પણ મારી સાથે ઉભા રહેવા માટે કે જે મૂર્ખતાપૂર્ણ છે પરંતુ અમે ડરવાના નથી, તમારી આ નિમ્ન રાજનીતિથી કંઈ થવાનુ નથી, અમે પંજાબની સુરક્ષા અને વિકાસ માટે કામ કરતા રહીશુ.'

અમિત શાહને મળશે અમરિંદર સિંહ

અમરિંદર સિંહે કહ્યુ કે તે ત્રણ કૃષિ કાયદાને લઈને કાલે ગૃહમંત્રી અમિત શાહને મળવા જશે.

English summary
I am forming a new party said former CM Amarinder Singh, Know the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X