For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...

નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતોને લઈ સંસદમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાય ભાગોમાં ડુંગળીની કિંમતો 120થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિન ચોબેએ ડુંગળીની વધતી કિંમતોને લઈ વાહિયાત નિવેદન આપ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચોબેએ કહ્યું કે તેમણે ડુંગળી ક્યારેય નથી ચાખી, માટે ડુંગળીની કિંમત શું છે તેમને કેવી રીતે ખબર હશે?

ashwini choubey

સંસદમાં ડુંગળીના ભાવ સાથે જોડાયેલ સવાલ પર કેન્દ્રીય મંત્રી અને બિહારથી ભાજપી સાંસદ અશ્વિની ચોબેએ કહ્યું કે, 'હું શાકાહારી માણસ છું અને મેં ડુંગળી ક્યારેય નથી ચાખી, તો તેના ભાવ કેટલા હશે મને શું ખબર હોય?' અશ્વિની ચોબેએ નિર્મલા સીતારમણના નિવેદનનો બચાવ પણ કર્યો. તેમણે કહ્યું કે સીતારમણ જીએ ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. અગાઉ બુધવારે લોકસભામાં નિર્મલા સીતારમણના નિવેદન પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 'હું ડુંગળી-લસણ વધુ નથી ખાટી, એટલે ચિંતા ના કરો. હું એવા પરિવારથી આવું છં જેને ડુંગળીની કંઈ ચિંતા નથી.' નાણામંત્રીના આ નિવેદન બાદ સંસદમાં મોટાભાગના સાંસદો હંસવા લાગ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે ડુંગળીના ભંડારણ સાથે કેટલાક માળખાગત મુદ્દા જોડાયેલા છે અને સરકાર તેનો નિપટારો કરવા માટે પગલાં ભરી રહી છે. તેમણે કહ્યું કે વાવેતરમાં કમી આવી છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે પરંતુ સરકાર ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે પગલાં ઉઠાવી રહી છે.

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે દેશમાં ડુંગળીની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકારને ઉકેલ આપ્યો કે તેઓ કાળાબજારીઓ પર લગામ લગાવવા માટે રાજ્યને પરામર્શ ઈસ્યૂ કરે. અગાઉ કોંગ્રેસે સંસદ પરિસરમાં ડુંગળીની કિંમતોને લઈ પ્રદર્શન કર્યું. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા.

ઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો</a><a href=" title="ઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો" />ઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો

English summary
i don't know onion price because I am not eating it says ashwini choubey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X