કાશ્મીર નેતાઓની નજરબંધી પર બોલ્યા ચિદમ્બરમ, ‘મે પહેલા જ ચેતવ્યા હતા'
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં નેતાઓને નજરબંધ કરવાની ટીકા કરી.
કેન્દ્ર સરકારની એડવાઈઝરી બાદ અમરનાથ યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓના કમબેક અને સુરક્ષાબળોની તૈનાતીથી અલગ અલગ પ્રકારની અટકળો લાગી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સૂત્રો મુજબ ઘણા નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં વધેલી હલચલ બાદ રાજકીય નિવેદનબાજી પણ વધી ગઈ છે. વળી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે જમ્મુ કાશ્મીરમાં નેતાઓને નજરબંધ કરવાની ટીકા કરી.

ચિદમ્બરે કહ્યુ કે તેમણે જમ્મુ કાશ્મીર વિશે કેન્દ્ર દ્વારા દુસ્સાહસપૂર્ણ કાર્યવાહીની ચેતવણી પહેલેથી જ આપી હતી. લાગે છે કે સરકાર હવે આમ કરવા પર અડી ગઈ છે. ચિદમ્બરમે કહ્યુ કે કાશ્મીરમાં નેતાઓને નજરબંધ કરવા લોકતંત્રનો અવાજ દબાવવા બરાબર છે. ચિદમ્બરમે લખ્યુ, 'જમ્મુ કાશ્મીરમાં નેતાઓને તેમના ઘરોમાં નજરબંધ કરવા એ વાતનો સંકેત છે કે આ સરકાર પોતાનો હેતુ મેળવવા માટે લોકતાંત્રિકમૂલ્યો અને સિદ્ધાંતોને કૂચલી દેશે.'
ચિદમ્બરમે કહ્યુ કે દિવસ ખતમ થવા પર બતાવી દેવામાં આવશે કે જમ્મુ કાશ્મીરમાં શું ગંભીર થવાનુ છે. આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરુરે જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાના નજરબંધ કરવાનું ટ્વિટ કર્યુ હતુ. થરુરે કહ્યુ કે તમે એકલા નથી, ઉમર અબ્દુલ્લા. દરેક ભારતીય તમારી સાથે છે. થરુરે ટ્વિટ કરીને પૂછ્યુ કે જમ્મુ કાશ્મીરમાં શું ચાલી રહ્યુ છે, નેતાઓએ કંઈ કર્યુ નથી તો પણ તેમને અડધી રાતે કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
