For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જય શ્રી રામના નારા વિશે મમતા બેનર્જીએ કહી મોટી વાત, ભાજપ પર કાઢી ભડાશ

મમતા બેનર્જીના જય શ્રીરામના નારાના વિરોધ બાદ ભાજપે નિર્ણય લીધો છે કે તે તેમને 10 લાખ જય શ્રી રામ લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે ત્યારબાદ મમતા બેનર્જી તરફથી સફાઈ સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા અમુક દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વીડિયો સામે આવ્યો જેમાં તે જય શ્રી રામના નારા લગાવનારા ભાજપ સમર્થકો સામે નારાજગી વ્યક્ત કરી છે ત્યારબાદ છેવટે મમતા બેનર્જીએ આ નારા વિશે ખુલીને પોતાની વાત સામે રાખી છે. મમતા બેનર્જીએ ફેસબુક પોસ્ટ દ્વારા કહ્યુ છે કે તેમને જય શ્રીરામના નારાથી કોઈ પણ પ્રકારનો વાંધો નથી પરંતુ જે રીતે પશ્ચિમ બંગાળમાં લોકો વચ્ચે તણાવ વધારવા માટે ભાજપ આ નારાનો ઉપયોગ કરી રહ્યુ છે તેમને તેનાથી વાંધો છે. ભાજપ ધર્મ અને રાજકારણ પરસ્પર મિલાવી રહ્યુ છે. વાસ્તવમાં મમતા બેનર્જીના જય શ્રીરામના નારાના વિરોધ બાદ ભાજપે નિર્ણય લીધો છે કે તે તેમને 10 લાખ જય શ્રી રામ લખેલા પોસ્ટ કાર્ડ મોકલશે ત્યારબાદ મમતા બેનર્જી તરફથી સફાઈ સામે આવી છે.

આ પણ વાંચોઃ પીએમ મોદીના નામ પર છેતરપિંડી કરનાર IIT છાત્રની ધરપકડઆ પણ વાંચોઃ પીએમ મોદીના નામ પર છેતરપિંડી કરનાર IIT છાત્રની ધરપકડ

નારાનું સમ્માન

નારાનું સમ્માન

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં ભાજપે 18 સીટો પર જીત મેળવી છે જ્યારે ગઈ ચૂંટણીમાં તેમની પાસે માત્ર બંગાળમાં બે સીટો હતી. આ ચૂંટણીમાં ટીએમસીએ માત્ર 22 સીટો પર જીત મેળવી છે. વળી, 2014ની વાત કરીએ તો ટીએમસીએ 34 સીટો પર જીત મેળવી હતી. પોતાની ફેસબુક પોસ્ટમાં મમતા બેનર્જીએ કહ્યુ કે મને એ વાતથી કોઈ વાંધો નથી કે રાજકીય પક્ષ કોઈ નારાનો ઉપયોગ કરી રહ્યા છે. દરેક પાર્ટીનો પોતાનો કોઈ નારો હોય છે. મારી પાર્ટીનો નારો જય હિંદ, વંદે માતરમ છે. લેફ્ટનો ઈંકલાબ ઝિંદાબાદ છે. અમે દરેકા નારાનું સમ્માન કરીએ છીએ.

ભગવાન રામનું સમ્માન કરુ છુ

મમતા બેનર્જીએ કહ્યુ કે તે પણ ભગવાન રામનું સમ્માન કરે છે પરંતુ તેમને ભાજપની રીતથી વાંધો છે. જે રીતે ભાજપ આ નારાનો ઉપયોગ રાજકારણ માટે કરી રહી છે, ધર્મને રાજકારણ સાથે મિલાવી રહી છે તે યોગ્ય નથી. તે જાણીજોઈને લોકો વચ્ચે નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યુ છે જેનાથી હિંસાને ભડકાવી શકાય, આપણે બધાએ મળીને આનો વિરોધ કરવો જોઈએ. તમે અમુક લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો છો પરંતુ હંમેશા તમે કોઈને મૂર્ખ ન બનાવી શકો.

તણાવ, હિંસા વધારવાની કોશિશ

તણાવ, હિંસા વધારવાની કોશિશ

મુખ્યમંત્રીએ કહ્યુ કે બંગાળમાં રામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની ધરતી છે. જ્યાં સમાજસેવી અભિયાન શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ અહીં નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. સમય આવી ગયો છે કે આપણે આને રોકવુ જોઈએ. જે લોકો સમાજમાં નફરત અને તણાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે, લોકોમાં ભાગલા પાડી રહ્યા છે અને હિંસાને પ્રોત્સાહન આપી રહ્યા છે, તેમનો વિરોધ કરવો જોઈએ. આ પહેલા મમતા બેનર્જીએ પોતાના પ્રોફાઈલ ફોટનો પણ બદલી દીધો હતો અને તેમણે ઘણા સ્વતંત્રતા સૈનિકોના ફોટાને પ્રોફાઈલ ફોટો તરીકે લગાવ્યા હતા જેના પર લખ્યુ હતુ જય હિંદ, જય બાંગ્લા.

English summary
I have no problem with Jai Shri Ram slogan says Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X