For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તબલીગી જમાતઃ 44 વિદેશીઓએ વતન વાપસીનો ઈનકાર કર્યો, કહ્યું કે ભારતમાં રહીને જ…

તબલીગી જમાતઃ 44 વિદેશીઓએ વતન વાપસીનો ઈનકાર કર્યો, કહ્યું કે ભારતમાં રહીને જ…

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના નિજામુદ્દીન મરકજ મામલામાં કપડાયેલા 44 વિદેશી નાગરિકોએ પોતાના દેશ પરત ફરવાનો ઈનકાર કરી દીધો છે. આ લોકો ભારતમાં રહીને જ કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનો ફેસલો લીધો છે. તેમનું કહેવું છે કે તેમણે કંઈ ખોટું નથી કર્યું, માટે દંડ ભરીને અથવા તો માફી માંગીને પાછા જવાનો કોઈ મતલબ નથી. અમેરિકાના રહેવાસી અહમદ અલીએ કહ્યું કે તેમણે કંઈ ખોટું નથી કર્યું. કઈ નિયમ નથી તોડ્યા. અલીએ જણાવ્યું કે તેમણે લૉકડાઉન શરૂ થતા પહેલા જ મરકજ છોડી દીધું હતું. તેમણે કહ્યું કે તેઓ ભારતમાં રહીને જ કાનૂની લડાઈ લડશે, કેમ કે તેઓ નથી ઈચ્છતા કે તેઓ વિદેશી ધરતી પર કાનૂન તોડ્યો હોય તેવા અમેરિકી નાગરિક તરીકે ઓળખા તેવું નથી ઈચ્છતા.

મુશ્કેલ વિકલ્પ પરંતુ યોગ્ય છે

મુશ્કેલ વિકલ્પ પરંતુ યોગ્ય છે

ભારતમાં જ રહીને કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાનો ફેસલો લેનાર 44 વિદેશીઓમાં ન્યૂયોર્કના ફાર્મસી ટેક્નીશિયન અહમદ અલી પણ સામેલ છે. અલીએ જણાવ્યું કે બે દશકા પહેલા મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ ભૂમિગત આંદોલનનું નેતૃત્વ કરનાર યુવા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીના રૂપમાં તેમણે સાચું અને ખોટાં વચ્ચે તફાવત કરતાં શીખ્યો છે. 2005માં યાંગૂનથી ભાગવું પડ્યું અને પોતાના માતા પિતાને છોડતા થાઈલેન્ડના એક શરણાર્થી શિબિરમાં શરણ લેવા પડ્યા. આ મુશ્કેલ વિકલ્પ હતો, પરંતુ સાચો છે. અલીએ કહ્યું કે તેમણે વધુ એક મુશ્કેલ વિકલ્પ પસંદ કર્યો છે જે તેમને યોગ્ય લાગે છે.

250 લોકોએ દંડ ભરીને દેશ છોડ્યો

250 લોકોએ દંડ ભરીને દેશ છોડ્યો

જણાવી દઈએ કે દિલ્હીમાં કસ્ટડીમાં લેવાયેલા 955 વિદેશીઓના એક સમૂહના લગભગ 250 અન્ય લોકોએ 5થી 10 હજાર રૂપિયાનો દંડ ભર્યા બાદ દેશ છોડી દીધો છે. અન્ય કેટલાય લોકોએ પણ આ માર્ગ અપનાવ્યો છે, પરંતુ કેટલીક પેન્ડિંગ એફઆઈઆર હોવાના કારણે તેમને દેશ છોડવાની મંજૂરી આપવામાં નથી આવી. ગુરુવારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે રાજધાનીમાં રહેતા લોકો માટે સ્થાનિક અદાલતમાં આઠ અઠવાડિયામાં કેસની સુુનાવણી કરાશે. 2 એપ્રિલે દિ્હીમાં તબલીગી જમાતના ઈન્ટરનેશનલ હેડક્વાર્ટર નિજામુદ્દીન મરકજથી 2346 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 3 એપ્રિલે ભારતમાં 2547 કોરોનાના મામલા સામે આવ્યા હતા. અધિકારીઓએ દાવો કર્યો હતો કે 25 ટકા કોરોનાના કેસ મરકજમાં સામેલ થયેલા લોકોમાંથી ફેલાયો છે.

લૉકડાઉન પહેલા જ મરકજ છોડ્યું

લૉકડાઉન પહેલા જ મરકજ છોડ્યું

અલીએ જણાવ્યું કે, 12 માર્ચે પોતાની પત્ની અને પોતાના માતા પિતા સાથે ભારત આવ્યા, જે હજી પણ તેમની સાથે છે. મરકજમાં લગભગ પાંચ દિવસ વિતાવ્યા બાદ પરિવારે જૂની દિલ્હીની એક મસ્જિદમાં શરણ લીધી, જ્યાંથી પોલીસે તેમને એક ક્વોરેન્ટાઈન સેન્ટરમાં શિફ્ટ કર્યા હતા. 10 મેના રોજ દિલ્હી સરકારે તમામ તબલીગી સભ્યોને ક્વોરેન્ટાઈન સેન્ટરથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. 18 દિવસ બાદ દિલ્હી હાઈકોર્ટે તેમને વૈકલ્પિક આવાસમાં સ્થળાંતરિત કરવાની મંજૂરી આપી. કેટલાકને સમુદાયો દ્વારા સંચાલિત ખાનગી શાળામાં રાખવામાં આવ્યા જ્યારે અલી અને તેના પરિવાર શાહીન બાગના એક ઘરમાં ચાલ્યા ગયા. બાદમાં અલીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો અને એલનજેપી હોસ્પિટલમાં 20 દિવસ સુધી તેનો ઈલાજ ચાલ્યો. અલીએ કહ્યું કે, ‘સત્ય સાથે ઉભા રહેવાની મેં અગાઉ પણ કિંમત ચૂકવી છે. મેં છેલ્લે 2005માં મારા માતા પિતાને જોયા હતા. બે વર્ષ પહેલા મારા પિતાનું નિધન થઈ ગયું. લાંબા સમયથી હું મારી માને જોવા માગું છું.'

કોરોનાનો તાંડવ યથાવત, 21 લાખને પાર પહોંચ્યો દર્દીઓનો આંકડો, 24 કલાકમાં 64000 નવા કેસકોરોનાનો તાંડવ યથાવત, 21 લાખને પાર પહોંચ્યો દર્દીઓનો આંકડો, 24 કલાકમાં 64000 નવા કેસ

English summary
I have paid price of standing with truth says ali a tablighi member
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X