પાકિસ્તાની નથી મોદી, મુલાકાતમાં ખોટું શું છેઃ શરદ પવાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરીઃ થોડા સમય પહેલા ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતોને આધારહીન ગણાવનારા કૃષિમંત્રી શરદ પવારે કહ્યું કે, મે મોદી સાથે મુલાકાત કરી હતી, તેમાં કંઇપણ ખોટું નથી, મોદી કોઇ પાકિસ્તાની અથવા ચીની નાગરીક નથી. તેમણે કહ્યું કે, દેશની સર્વોચ્ચ અદલાતે તેમને નિર્દોષ સાબિત કરી દીધા છે, અતઃ તે ગુનેગાર નથી.

sharad-pawar-6
પવારે જણાવ્યા અનુસાર દેશના કૃષિમંત્રી છે, તેવામાં અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરતો રહું છું, હું પશ્ચિમ બંગાળ ગયો, ત્યાં મમતા બેનરજીને મળ્યો, ઓડિશા ગયો ત્યારે નવીન પટનાયકને મળ્યો, મધ્ય પ્રદેશ ગયો તો શિવરાજ સિંહ ચૌહાણને મળ્યો, મોદી સાથે મુલાકાત થઇ તેમાં આટલો બધો દેકારો શા માટે કરવામાં આવ્યો? પવારે કહ્યું કે, મોદી કોઇ પાકિસ્તાની અથવા ચીની નાગરીક નથી કે જેમની સાથે મુલાકાત કરતા વાતો થવા લાગી છે.

નોંધનીય છે કે, થોડાક સમય પહેલા પણ પ્રફુલ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે ગુજરાત રમખાણોના આરોપ નરેન્દ્ર મોદી પર લગાવવામાં ના આવવા જોઇએ. તેમણે તપાસનો સામનો કર્યો અને તે નિર્દોષ સાબિત થઇ ગયા છે. એ ધ્યાન આપવા યોગ્ય છે કે, એક ક્ષેત્રીય સમાચાર પત્રએ દાવો કર્યો હતો કે એનસીપી નેતા શરદ પવાર અને નરેન્દ્ર મોદીએ આગામી ચૂંટણીને લઇને એક ગુપ્ત મુલાકાત કરી છે, જેને એનસીપીના લોકોનું ખંડન કર્યું હતું. હવે કહેવામાં આવી રહ્યું હતું મોદી અને પવારની મુલાકાત રાજકીય નહોતી.

શરદ પવાર અને ભાજપના નજદિકી અંગે ત્યારે ચર્ચા આવી જ્યારે એક કાર્યક્રમ સંદર્ભે પવાર, નીતિન ગડકરીને મળ્યા.

English summary
Agriculture minister Sharad Pawar accepted that he had a meet with Gujarat chief minister Narendra Modi. He stated Modi is not a Pakistani so nothing wrong in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X