For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીનામા બાદ સામે આવ્યા અજીત પવાર, NCPમાં વાપસી પર આપ્યુ મોટુ નિવેદન

એનસીપીમાં પાછા આવ્યા બાદ હવે અજિત પવારે પહેલી વાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ચાર દિવસ દિવસ બાદ છેવટે અજીત પવાર ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામુ આપીને પોતાની પાર્ટી એનસીપીમાં પાછા આવી ગયા અને બુધવારે વિધાનસભા પહોંચીને ધારાસભ્ય પદના શપથ લીધા. અજિત પવારના ભાજપને સમર્થન કર્યા બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે પોતાની પાર્ટી અને પરિવારના ખાસ લોકોને તેમને સમજાવવાની જવાબદારી સોંપી હતી જેમાં તે સફળ થયા. અજિત પવારે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ અને સોંજે શરદ પવાર સાથે મુલાકાત કરી. આ સાથે જ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બન્યા બનવાનો રસ્તો સાફ થઈ ગયો. એનસીપીમાં પાછા આવ્યા બાદ હવે અજિત પવારે પહેલી વાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યુ છે.

યોગ્ય સમય આવવા પર જવાબ આપીશ

યોગ્ય સમય આવવા પર જવાબ આપીશ

બુધવારે વિધાનસભા પહોંચેલા અજિત પવારે મીડિયા સામે નિવેદન આપીને કહ્યુ, ‘મે ક્યારેય પાર્ટી છોડી નથી. હું એનસીપી સાથે હતો, હું એનસીપી સાથે છુ અને એનસીપી સાથે જ રહીશ. છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ મારા વિશે ખોટી માહિતીઆપી છે અને હું યોગ્ય સમય આવવા પર આ અંગે મારી પ્રતિક્રિયા આપીશ.' આ પહેલા વિધાનસભા પહોંચવા પર શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલેએ ગળે લગાવીને અજિત પવારનુ સ્વાગત કર્યુ. સુપ્રિયા સૂલે અજિત પવારના પગે પણ લાગ્યા.

રાજીનામુ આપ્યા બાદ શરદ પવારને મળ્યા અજિત પવાર

રાજીનામુ આપ્યા બાદ શરદ પવારને મળ્યા અજિત પવાર

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા અને ગયા શનિવારે સવારે રાજભવનમાં દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ મંગળવારે જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે ભાજપ સરકારને ફ્લોર ટેસ્ટ પાસ કરવાનો આદેશ આપ્યો તો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે પોત પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ. ડેપ્યુટી સીએમના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ અજિત પવાર સાંજે જ શરદ પવારને જઈને મળ્યા.

આ પણ વાંચોઃ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ફોટા સાથે યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલઆ પણ વાંચોઃ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના ફોટા સાથે યુવતીનો ટિકટૉક વીડિયો વાયરલ

રંગ લાવી શરદ પવારની કોશિશ

રંગ લાવી શરદ પવારની કોશિશ

આ પહેલા ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ અજિત પવારે મીડિયા સામે કહ્યુ હતુ કે તેમણે ખેડૂતોના હિતમાં ભારતીય જનતા પાર્ટી સાથે સમજૂતી કરી છે. છેલ્લા ચાર દિવસો દરમિયાન શરદ પવારે અજિત પવારને સમજાવવા માટે પોતાના પાર્ટીના સીનિયર નેતાઓને મેદાનમાં ઉતાર્યા. અજિત પવારને સમજાવવાની જવાબદારી જે નેતાઓએ સંભાળી તેમાં છગન ભુજબળ, જયંત પાટિલ, દિલીપ વાલસે અને સુનીલ તટકરેનુ નામ શામેલ હતુ. આ દરમિયાન શરદ પવારે ખુદ અજિત પવાર સાથે અંતર જાળવી રાખ્યુ અને અસંતુષ્ટ ધારાસભ્યોને પાર્ટીમાં એકજૂટ કરવાનુ કામ કર્યુ. શરદ પવારની કોશિશ રંગ લાવી અને શનિવારે બપોરે એનસીપીના ધારાસભ્યોએ નિવેદન આપવાનુ શરૂ કરી દીધુ કે તેમને અજિત પવારે છેતર્યા છે.

કાલે થશે ઉદ્ધવનો શપથગ્રહણ સમારંભ

કાલે થશે ઉદ્ધવનો શપથગ્રહણ સમારંભ

વળી, શરદ પવારે પાર્ટીને એકજૂટ કરવા રાખવાની રણનીતિ હેઠળ સોમવારે નિવેદન પણ આપ્યુ, ‘હું હવે શિવસેના સાથે બહુ આગળ નીકળી ગયો છુ. મે શિવસેનાને વચન આપ્યુ હતુ, એટલા માટે તેમની સાથે કંઈ પણ ખરાબ ન કરી શકુ. અમારે પાંચ વર્ષ સુધી ત્રણે પક્ષોએ સાથે સરકાર ચલાવવાની છે એટલા માટે અમે ઉતાવળમાં કામ ન કરી શકીએ.' દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના રાજીનામા બાદ રાજ્યપાલે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ. ગઠબંધનના નેતા તરીકે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

English summary
I Was With NCP And I Am With NCP: Ajit Pawar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X