For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો પશ્ચિમ બંગાળમાં ભાજપ 9થી વધુ સીટ જીતે તો ટ્વિટર છોડી દઈશઃ પ્રશાંત કિશોર

જો પશ્ચિમ બંગાળમાં ભાજપ 9થી વધુ સીટ જીતે તો ટ્વિટર છોડી દઈશઃ પ્રશાંત કિશોર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગલા વર્ષે થનાર પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે. ભાજપે પશ્ચિમ બંગાળની સીટ પર પણ કબ્જો કરવા માટે અત્યારથી જ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના કેટલાય દિગ્ગજ નેતા અત્યારથી જ મમતા બેનરજીના ગઢમાં મિશન 2021 ફતેહ કરવાના સંઘર્ષમાં કામે લાગી ગયા છે. ત્યારે રાજનૈતિક સલાહકાર પ્રશાંત કિશોરે કંઈક એવા શપથ લીધા જે ભાજપની ઊંઘ હરામ કરી શકે છે. પ્રશાંત કિશોરે પોતાના એક ટ્વીટમાં લખ્યું કે, જો પશ્ચિમ બંગાળમાં ભાજપ ડબલ ડિઝિટ (એટલે કે 9થી વધુ) સીટ જીતશે તો તેઓ હંમેશા માટે ટ્વિટર છોડી દેશે.

prashant kishor

ઉલ્લેખનીય છે કે આગલા વર્ષે એટલે કે 2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થનારી છે, એવામાં ભાજપ અને સત્તારુઢ પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી અને આરોપ પ્રત્યારોપનો સિલસિલો વધી ગયો છે. એક તરફ જ્યાં ભાજપે અત્યારથી જ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે ત્યારે ટીએમસીના પ્રમુખ મમતા બેનરજી પણ ભાજપ પર નિશાન સાધવાનો મોકો નથી છોડતાં. બીજી તરફ મમતા બેનરજીના રાજનૈતિક સલાહકાર પ્રશાંત કિશોરના ટ્વીટે પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

prashant kishor

પક્ષને વધુ સારી સ્થિતિમાં લાવવા માટે કોંગ્રેસે 4 રાજ્યોમાં શરૂ કર્યા ફેરફારપક્ષને વધુ સારી સ્થિતિમાં લાવવા માટે કોંગ્રેસે 4 રાજ્યોમાં શરૂ કર્યા ફેરફાર

English summary
I will quit twitter if BJP crosses double digit numbers in west bengal says prashant kishor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X