For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘કમલનાથ શીખ રમખાણોના આરોપી, શપથ લેશે તે દિવસથી ભૂખ હડતાળ પર બેસીશ'

કમલનાથને મુખ્યમંત્રી ઘોષિત કરવા પર દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ વિરોધ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળ્યા બાદ હવે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામનું એલાન થઈ ગયુ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કમલનાથને રાજ્યના ભાવિ મુખ્યમંત્રી ઘોષિત કરી દેવામાં આવ્યા છે. પરંતુ કમલનાથને મુખ્યમંત્રી ઘોષિત કરવા પર દિલ્લી ભાજપના પ્રવકતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ વિરોધ કર્યો છે. બગ્ગાએ કહ્યુ કે રાહુલ ગાંધીએ જે કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ઘોષિત કર્યા છે હું તેમનો વિરોધ કરુ છુ.

આ પણ વાંચોઃ અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયાઆ પણ વાંચોઃ અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ, સચિન પાયલટ ઉપ મુખ્યમંત્રી બનાવાયા

tajinder pal singh-kamalnath

ટ્વિટર પર પોતાનો એક વીડિયો શેર કરીને તેજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યુ છે કે 1984ના શીખ નરસંહારમાં ત્રણ શીખોને જીવતા સળગાવનાર અને ગુરુ તેજ બહાદૂરતીના પવિત્ર સ્થાન જ્યાં તેમનું બલિદાન કરીને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે સ્થળ ગુરુદ્વારા રકાબગંજને આગ લગાવનાર કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ઘોષિત કરવામાં આવ્યા છે. મે પહેલા કહ્યુ હતુ કે જો કમલનાથને મુખ્યમંત્રી ઘોષિત કરશે તો હું ભૂખ હડતાળ પર બેસીશ.

17 ડિસેમ્બરે કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદની શપથ લેશે તો બીજી તરફ હું દિલ્લીની તિલન નગર પોલિસ ચોકી સામે ભૂખ હડતાળ પર બેસીશ. આ ભૂખ હડતાળ અનિશ્ચિતકાળ માટે હશે. રાહુલ ગાંધીએ એક એવા વ્યક્તિને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે આનો હું વિરોધ કરુ છુ અને લોકોને પણ વિરોધ કરવા માટે નિવેદન કરુ છુ.

English summary
I will sit on hunger Strike against Rahul Gandhi decision to Kamal nath as MP CM, says Tajinder Pal Singh Bagga
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X