For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીની પસંદગીનો પહેલો તબક્કો પૂરો

મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીની પસંદગીનો પહેલો તબક્કો પૂરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મિશન ગગનયાન માટે ભારતીય અંતરિક્ષ યાત્રીઓની પસંદગીનો પહેલો તબક્કો ઈન્સ્ટીટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિનમાં પૂર્ણ થઈ ગયો છે. વાયુસેનાએ શુક્રવારે કહ્યું કે સિલેક્ટેડ પાયલટોને વ્યાપક સારીરિક વ્યાયામ પરીક્ષણો, પ્રયોગશાળા તપાસ, ક્લીનિકલ તપાસ, રેડિયોલોજિકલ ટેસ્ટ અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડ્યું. મિશન ગગનયાનનો ઉદ્દેશ્ય 2022 સુધી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા એક ભારતીય ચાલક દળ સાથે અંતરિક્ષ યાનને લૉન્ચ કરવાનું છે. ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે આપેલી સમય સીમામાં મિશન પૂરું કરવા ઈસરો સક્ષમ છે.

gaganyaan

ગગનયાન પરિયોજના 10,000 કરોડ રૂપિયાની છે. ગગનયાન ભારતના પહેલા માનવ અંતરિક્ષયાન કાર્યક્રમ છે. જેની ઘોષણા ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી હતી. જેમાં ત્રણ સભ્યોના ચાલક દળને સાત દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. અંતરિક્ષ યાનને પૃથ્વીની નિચલી કક્ષામાં રાખવામાં આવશે. જણાવી ધઈએ કે ચંદ્રયાન 2ને લેન્ડર વિક્રમ શનિવારે સવારે ચાંદી સપાટી પર ઐતિહાસિક સૉફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે અને આ પળ ઈસરોના વૈજ્ઞાનિકો માટે હ્રદયના ધબકારા વધારી દે તેવો હશે.

Chandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસChandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસ

English summary
IAF completed first stage of selection of astronaut for mission gaganyaan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X