For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુસેનાનુ મિગ-21 બાઈસન દૂર્ઘટનાનો શિકાર, ગ્રુપ કેપ્ટન એ. ગુપ્તા થયા શહીદ

ભારતીય વાયુસેનાનુ મિગ-21 લડાકૂ વિમાન આજે સવારે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય વાયુસેનાનુ મિગ-21 લડાકૂ વિમાન આજે સવારે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ જેમાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થઈ ગયા. ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ આ દૂર્ઘટના મધ્ય ભારતના એક એરબેઝ પર ટેક ઑફ સમયે થઈ. હાલમાં આ ઘટનામાં કોર્ટ ઑફ ઈનક્વાયરીના આદેશ આપ્યા છે. વળી, વાયુસેનાએ શહીદના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.

mig 21

ભારતીય વાયુસેનાએ બુધવારે બપોરે ટ્વિટ કરીને જણાવ્યુ કે મિગ-21 વિમાન ટેક ઑફ સમયે દૂર્ઘટનાનો શિકાર થઈ ગયુ. આ વિમાન એક કૉમ્બેટ ટ્રેનિંગ પર હતુ. વળી, આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન એ ગુપ્તા શહીદ થઈ ગયા. જેના પર વાયુસેનાએ દુઃખ વ્યક્ત કર્યુ છે. વળી, આ ઘટના કયા એરબેઝ પર થઈ તેની સ્પષ્ટ માહિતી વાયુસેનાએ આપી નથી.

જાન્યુઆરીમાં પણ થઈ હતી દૂર્ઘટના

આ વર્ષે જાન્યુઆરીમાં સુરતગઢમાં વાયુસેનાનુ મિગ-21 બાઈસન ક્રેશ થયુ હતુ. એ વખતે ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ દરમિયાન રાહતની વાત એ હતી કે પાયલટે ક્રેશ પહેલા સુરક્ષિત રીતે ઈજેક્ટ કરી લીધુ હતુ. વળી, વિમાન ગામ નજીક પડવાના કારણે ઘણી વાર સુધી ત્યાં અફડા-તફડીનો માહોલ રહ્યો હતો.

મિગ-21ને કહેવાય છે ઉડતી શબપેટી

તમને એ જાણીને નવાઈ લાગશે કે મિગ-21 લડાકૂ વિમાનોને 'ઉડતી શબપેટી' કહેવામાં આવે છે. 1963માં આ વિમાન વાયુસેનામાં કમિશન થયા હતા. ત્યારબાદ તેમની સંખ્યા વાયુસેનામાં 872 થઈ ગઈ. વર્તમાન સમયમાં આ વિમાનોને રિટાયર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ તેમાં 483થી વધુ વિમાન દૂર્ઘટનાનો શિકાર થઈ ચૂક્યા છે જ્યારે 170થી વધુ પાયલટોના જીવ પણ જઈ ચૂક્યા છે.

બેંગલુરુથી જયપુર જતી ઈંડિગો ફ્લાઈટમાં થયો બાળકીનો જન્મબેંગલુરુથી જયપુર જતી ઈંડિગો ફ્લાઈટમાં થયો બાળકીનો જન્મ

English summary
IAF's MiG-21 Bison aircraft accident in central India, group captain A. Gupta martyr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X