બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે IAS ટીના ડાબી, સોશિયલ મીડિયા પર શેર કર્યા સગાઈના ફોટા

ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી છે કે તે ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.

જયપુરઃ યુપીએસસી ટૉપર ટીના ડાબી એક વાર ફરીથી ચર્ચામાં છે. વાસ્તવમાં ટીના ડાબીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી છે કે તે ફરીથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેની આ પોસ્ટ બાદ સતત ટીના ડાબી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ટીના જાબીએ સોશિયલ મીડિયા પર પોતાની સગાઈના ફોટા શેર કરીને લખ્યુ છે કે તમારી આપેલી મુસ્કાન મારા ચહેરા પર છે. રસપ્રદ વાત છે કે ટીના રાજસ્થાન કેડરના જ એક આઈએએસ અધિકારી સાથે લગ્ન કરવા જઈ રહી છે.

સોશિયલ મીડિયા પર આપી માહિતી

સોશિયલ મીડિયા પર આપી માહિતી

ટીની ડાબીએ જે ફોટો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે તે 2013ની બેચના આઈએએસ અધિકારી પ્રદીપ ગવાંડે સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેણે પ્રદીપ સાથે સગાઈના ફોટા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શેર કર્યા છે. બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ટીના જ નહિ પરંતુ પ્રદીપે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કરીને આ સમાચારની માહિતી લોકોને આપી છે. ફોટામાં બંને એકબીજાનો હાથ પકડતા જોઈ શકાય છે. ટીના લાલ રંગની સાડી પહેરી છે જ્યારે પ્રદીપે લાલ રંગનો કૂર્તો પહેર્યો છે.

2015માં કર્યુ હતુ ટૉપ

2015માં કર્યુ હતુ ટૉપ

નોંધનીય વાત છે કે ટીના ડાબીએ 2016માં સિવિલ સેવા પરીક્ષામાં ટૉપ કર્યુ હતુ. મહત્વની વાત છે કે ટીના ડાબી બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. આ પહેલા તેણે આઈએએસ અધિકારી અતહર ખાન સાથે 2018માં લગ્ન કર્યા હતા. જો કે, બંનેએ 2020માં પરસ્પર સંમતિથી ડિવૉર્સ લઈ લીધા. જે સમયે બંનેના લગ્ન થયા એ વખતે અતહર રાજસ્થાનમાં જ તૈનાત હતા પરંતુ બાદમાં તે જમ્મુ કાશ્મીર પાછા જતા રહ્યા.

પહેલા લગ્ન અતહર ખાનથી

પહેલા લગ્ન અતહર ખાનથી

તમને જણાવી દઈએ કે ટીના ડાબી અને અતહર ખાન જ્યારે લબાસનામાં ટ્રેનિંગ કરી રહ્યા હતા ત્યારે એ દરમિયાન બંને વચ્ચેના સંબંધો ઘણા ચર્ચામાં હતા. બંને વચ્ચે સંબંધોની વાત મીડિયા પણ સામે આવી હતી. જે બાદ બંનેએ લગ્ન કર્યા પરંતુ આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહિ. ઉલ્લેખનીય છે કે ટીના ડાબી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે ઘણી વાર ઈન્સ્ટાગ્રાં અકાઉન્ટ પર પ્રેરણાત્મક પોસ્ટ નાખતી રહે છે.

ટીનાએ કરી બધી પોસ્ટ કરી લાઈક

ટીનાએ કરી બધી પોસ્ટ કરી લાઈક

વળી, ડૉક્ટર પ્રદીપ ગવાંડેની વાત કરીએ તો તે 2013 બેચના રાજસ્થાન કેડરના આઈએએસ અધિકારી છે. તે હાલમાં ઑર્કિયોલૉજી એન્ડ મ્યુઝિયમના ડાયરેક્ટર છે. રસપ્રદ વાત એ છે કે ફેબ્રુઆરી મહિના પછીથી પ્રદીપની બધા ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટીના ડાબીની લાઈક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X