
પતિ અતહર સાથે તાજમહેલ જોવા પહોંચી આઈએએસ ટીના ડાબી
દેશની ચર્ચિત આઈએએસ જોડી ટીના ડાબી અને પતિ આઈએએસ અતહર આમિર ખાન હાલમાં જ તાજમહેલ જોવા પહોંચ્યા. ટીના અને અતહર બંને તાજમહેલ પહોંચ્યા અને પ્રેમની આ અનોખા જ્વલંત ઉદાહરણના દીદાર કર્યા. ટીના અને અતહર બંને તાજમહેલ પહોંચ્યા અને પ્રેમની આ અનોખી મિસાલ જોઈ. બંનેએ તાજમહેલ ફરતા પોતાના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે. ફેન્સને આ કપલના આ ફોટા ખૂબ જ પસંદ પડી રહ્યા છે.

પતિ સાથે કર્યા તાજના દીદાર
વર્ષ 2015 ની યુપીએસસી ટોપર ટીના ડાબી અને તેના આઈએએસ પતિ અતહર આમિર ખાનના તાજમહેલ સામે બેઠેલા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ટીનાએ તાજમહેલના દીદાર કરતા આ ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. પતિ સાથે પોતાના ફોટા શેર કરતા ટીનાએ લખ્યુ, ‘અનંત પ્રેમના શાનદાર સ્મારક સામે પતિ સાથે ટ્વિનિંગ.'
આ પણ વાંચોઃભારત બંધ સામાન્ય જનતા માટે હાનિકારક, ગર્ભવતી મહિલાઓએ રહેવુ ઘરની અંદર

મેચિંગ કપડામાં જોવા મળ્યા બંને
આ ફોટામાં ટીના અને અતહરે એક જ રંગનું શર્ટ પહેર્યુ છે. ટીના અને અતહરના પ્રેમના આ સ્મારક સામેના આ ફોટા ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. એક ફેને તો તેમના ફોટા પર લખ્યુ, ‘પ્રેમની બે નિશાનીઓ.' ટીના અને અતહરે માત્ર તાજમહેલના જ દીદાર નથી કર્યા પરંતુ ફતેહપુર સિકરી જઈને કિલ્લામાં પણ ફર્યા.

ફતેહપુર સિકરી પણ ગયા ફરવા
ડાબીએ વર્ષે અતહર આમિર સાથે લગ્ન કર્યા છે. વર્ષ 2015 ની યુપીએસસી ટોપર ટીના ડાબી અને તે જ વર્ષના સેકન્ડ ટોપર રહેલા અતહર આમિર સાથે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. બંનેએ આ વર્ષે 20 માર્ચના રોજ રજિસ્ટાર ઓફિસમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ પહેલગામમાં બંનેના લગ્ન થયા અને બાદમાં દિલ્હીમાં રિસેપ્શન રાખવામાં આવ્યુ હતુ.

આ વર્ષ જ કર્યા છે લગ્ન
રિસેપ્શનમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદ સહિત ઘણી રાજકીય હસ્તીઓ ત્યાં પહોંચી હતી. બંનેના લગ્ન પર દક્ષિણપંથી વિચારાધારાના લોકોએ હોબાળો કરી દીધો હતો. ટીના ડાબી દિલ્હીની છે તો બીજી તરફ અતહર કાશ્મીરનો છે.
આ પણ વાંચોઃ Video: અમેરિકી સંરક્ષણ મંત્રી મેટિસે જવાહરલાલ નહેરુની મન ભરીને કરી પ્રશંસા