For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBનુ મોટુ એલર્ટ, 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવવાનુ ષડયંત્ર

સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ માટે આઈબીએ મોટુ એલર્ટ જારી કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ માટે આઈબીએ મોટુ એલર્ટ જારી કર્યુ છે. આઈબીએ પોતાની એલર્ટમાં કહ્યુ છે કે ખાલીસ્તાની સમર્થક સંગઠન Sikh for Justiceના આકાઓમાંથી એક ગુરુવતપંત સિંહે પન્નૂએ 14, 15 અને 16 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવનાર સિખને સવા લાખ ડોલર આપવાની ઘોષણા કરી છે. આ એલાન બાદથી લાલ કિલ્લાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વીડિયો જારી કરીને ગુરુવતપંત સિંહ પન્નુએ કર્યુ એલાન

વીડિયો જારી કરીને ગુરુવતપંત સિંહ પન્નુએ કર્યુ એલાન

આ અંગે પન્નુએ એક વીડિયો જારી કર્યો છે. આ વીડિયોમાં તેણે ખાલિસ્તાની ઝંડાને લાલ કિલ્લા પર લગાવવાનુ એલાન કર્યુ છે. તેણે કહ્યુ છે કે જે પણ સિખ લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો લગાવશે તેને સવા લાખ ડૉલર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થકોને પાકિસ્તાની ISI દ્વારા ઘણા પ્રકારી મદદ પહોંચાડવામાં આવે છે. એટલુ જ નહિ ગુરુવંતપંત પન્નુ એ જ વ્યક્તિ છે જે દુનિયાભરમાં રેફરેન્ડમ 2020 ચલાવી રહ્યો છે.

દિલ્લી, પંજાબ અને હરિયાણામાં લોકોને આવી રહ્યા છે કૉલ

દિલ્લી, પંજાબ અને હરિયાણામાં લોકોને આવી રહ્યા છે કૉલ

તમને જણાવી દઈએ કે રેફરેન્ડમ 2020 વિશે સતત દિલ્લી, પંજાબ અને હરિયાણામાં લોકોને ગુરુવંતપંત સિંહ પન્નુના ઑટોમેટિક કૉલ્સ આવી રહ્યા છે જેની તપાસ એનઆઈએ કરી રહ્યા છે. ઈન્ટેલીજન્સ બ્યુરોના ઈનપુટ બાદ સુરક્ષા પહેલેથી જ વધુ કડક કરી દેવામાં આવી છે. લાલ કિલ્લા પાસે જો કોઈ શંકાસ્પદ જોવા મળે તો તેને રોકીને તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ભારતે ખાલિસ્તાન સમર્થિત સિખ ફૉર જસ્ટીસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠન સિખો માટે અલગ દેશની માંગ કરે છે. ગૃહ મંત્રાલયે અલગાવવાદ એજન્ડાને પ્રોત્સાહન આપવા પર આ સંગઠનને બેન કરી દીધુ છે. એપ્રિલ 2019માં નરેન્દ્ર મોદી સરકારના અનુરોધ પર પાકિસ્તાન પણ આ સંગઠન પર બેન લગાવી ચૂક્યુ છે.

શું છે રેફરેન્ડમ 2020

શું છે રેફરેન્ડમ 2020

ઑલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રંટના ચેરમેન મનિન્દરજીત સિંહ બિટ્ટીએ કહ્યુ, 'રેફરેન્ડમ 2020 પાકિસ્તાનની આઈએસઆઈનો એક એજન્ડા છે. આઈએસઆઈ જ આના માટે ફંડિંગ પણ કરી રહ્યુ છે. બીજા દેશોમાં વસેલા સિખ પોતાના ધર્મના ઘણી નજીક છે અને તેમણે બીજા દેશોમાં પણ ધર્મનો પ્રચાર કર્યો છે. જો અમુક લોકો ખાલિસ્તાનના સમર્થનમાં બોલે તો પણ એનો અર્થ એ નહિ કે આખો સિખ સમાજ ખાલિસ્તાન સમર્થક છે.'

કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ

કોણ છે ગુરપતવંત સિંહ પન્નુ

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર સંસ્થા સિખ ફૉર જસ્ટીસના મુખ્ય સભ્ય છે ગુરપતવંત સિંહ પન્નુ, જેને 1 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદી ઘોષિત કર્યા છે. પન્નુ સહિત કુલ 8 લોકો આતંકવાદીના લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. તે સીમા પાર અને વિદેશી ધરતીથી આતંકવાદની વિવિધ ઘટનાઓમાં શામેલ છે. તે પોતાની રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ અને ખાલિસ્તાન મૂવમેન્ટમાં શામેલ થઈને તથા તેના સમર્થન દ્વારા પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાની કોશિશ કરીને પોતાને ઘૃણિત કૃત્યોથી સતત દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી ચૂક્યા છે.

વન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશેવન રક્ષકોની ચીમકી- માંગણી નહિ સ્વિકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થશે

English summary
IB issues high alert: Sikhs For Justice outfit declares reward for raising Khalistan flag at Red Fort on Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X