For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IB, RAW પુરતા છે; NCTCની જરૂર નથી : પૂર્વ RAW વડા

|
Google Oneindia Gujarati News

ib-raw
પણજી, 4 મે : સંસદીય સમીતિ કેન્દ્ર સરકારને નેશનલ કાઉન્ટર ટેરરિઝ્મ સેન્ટર (એનસીટીસી)ની રચના પર અટકાવી રાખેલું કામ ફરી શરૂ કરવા કહી શકે છે પણ રૉના પૂર્વ વડા ભારપૂર્વક માને છે કે ભારતમાં આવી બીજી કોઇ સંસ્થાની રચના કરવાની જરૂર નથી.

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ વિશેષ સચિવ અંબર સેને શનિવારે પણજીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "જો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) અને રૉમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તો આ બે સંસ્થાઓ આતંકવાદ સામેની લડાઇને આસાનીથી લડી શકે એવી ક્ષમતા ધરાવે છે."

તેમણે જણાવ્યું કે "જ્યારે તમારી પાસે 40-50 વર્ષ જુની સંસ્થાઓ છે તો શા માટે નવી એજન્સી શરૂ કરવી જોઇએ?" નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પૂર્વ સ્ટેટેજીક ઇન્ટેલિજન્સ એડવાઇઝર રહી ચૂકેલા અંબર સેન કેન્દ્ર સરકારને સુરક્ષા મુદ્દે સલાહ આપતા રહે છે. તેમણે જણાવ્યું કે "વર્તમાન સમયમાં આઇબીમાં અંદાજે 20,000 લોકોની ભરતી કરવાની જરૂર છે. જ્યાપે રૉમાં 3000 પદો ખાલી છે. જો આ બંને એજન્સીઓમાં પૂરતા લોકોની ભરતી કરવામાં આવે તો તે ધારણા કરતા વધારે સારું કામ કરી શકે એમ છે."

તેમણે જણાવ્યું કે કોઇ પણ એજન્સી માટે નવી ભરતી કરવી એ ખૂબજ લાંબી અને ખણો સમય લઇ લેતી પ્રક્રિયા છે. આ કારણ એનસીટીસી જેવી નવી એજન્સી સ્થાપીને તેના માટે લોકોની ભરતી કરવાને બદલે આઇબી અને રૉની ખાલી જગ્યાઓ ભરવી જોઇએ અને તેને આતંકવાદને રોકવા માટે જરૂરી સત્તાઓ અને સ્વતંત્રતા આપવી જોઇએ.

કેન્દ્ર સરકારે 26/11ના મુંબઇ હુમલા બાદ એનસીટીસીની રતના કરવાનો નિર્ણય લીધો હતો. આ એક એવી સંસ્થા હશે જે તમામ પ્રકારના આતંકવાદને રોકવામાં સહાયક બનશે. આ યોજના પ્રથમ દિવસથી જ વિવાદમાં રહી છે કારણ કે કોંગ્રેસની સરકાર ના હોય તેવા રાજ્યોએ રજૂઆત કરી હતી કે આવી એજન્સી રાજ્ય સરકારના મુદ્દાઓમાં દરમિયાનગીરી કરતી ના હોવી જોઇએ.

English summary
IB, RAW good enough; no need for NCTC: Former RAW chief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X