For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલની જાહેરાત - પંજાબમાં સરકાર બનશે, તો 18 વર્ષથી ઉપરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયા આપીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જો પંજાબમાં અમારી સરકાર બનશે, તો અમે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપીશું.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : ​દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના મોગામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, જો પંજાબમાં અમારી સરકાર બનશે, તો અમે 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપીશું. જો એક ઘરમાં ત્રણ મહિલાઓ હોય તો દરેકને 1000 રૂપિયા આપવામાં આવશે. આ વિશ્વમાં મહિલા સશક્તિકરણનો આ સૌથી મોટો કાર્યક્રમ હશે.

કેજરીવાલે જણાવ્યું હતું કે, આ સિવાય જે મહિલાઓને વૃદ્ધાવસ્થા પેન્શન મળી રહ્યું છે, તેમને પેન્શન મળતું રહેશે, આ ઉપરાંત દર મહિને એક હજાર રૂપિયા પણ આવશે.

નકલી કેજરીવાલથી સાવધ રહો

નકલી કેજરીવાલથી સાવધ રહો

પંજાબના મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું કે, નકલી કેજરીવાલ પંજાબમાં ફરે છે. હું જે વચન આપું છું, તેનું પુનરાવર્તન કરું છું. આખા દેશમાં માત્ર એક જ માણસ (અરવિંદ કેજરીવાલ) તમારું વીજળીનું બીલ શૂન્ય પર લાવી શકે છે. મુખ્યપ્રધાન ચન્નીએ સાવચેત રહેવું જોઈએ. પંજાબમાં આ વખતે ઘરની અંદરની મહિલાઓ નક્કી કરશે કે, કોને વોટ આપવો.

મહિલાઓને તેમના પતિની આશા રાખવાની જરૂર નહીં રહે

મહિલાઓને તેમના પતિની આશા રાખવાની જરૂર નહીં રહે

મોગામાં પોતાના ભાષણમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, કોલેજ જવાથી વંચિત દીકરીઓને 1000 રૂપિયા મળશે, તો તેઓ કોલેજ જઈ શકશે. મહિલાઓને પૈસા માટે પતિ તરફ જોવાની જરૂર નહીં પડે. આ યોજના પંજાબમાં મહિલાઓને મોટી શક્તિ આપશે.

ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ કેજરીવાલ અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કર્યા બાદ પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે.

દિલ્હીમાં પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી

દિલ્હીમાં પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી

દિલ્હીમાં કેજરીવાલ સરકાર તરફથી પ્રત્યેક પરિવારને 2464 રૂપિયા માસિક સબસિડી આપવામાં આવી રહી છે. આ રીતે એક વર્ષની અંદર સરકાર તરફથી દરેક પરિવારને 30 હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 5 વર્ષમાં એક પરિવારને લગભગ 1.50 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ કોઈ પણ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી રહેલ સૌથી વધુ સબસિડી છે.

પ્લાનિંગ વિભાગે કર્યો સર્વે

પ્લાનિંગ વિભાગે કર્યો સર્વે

ઉલ્લેખનીય છે કે, દિલ્લી સરકારના પ્લાનિંગ વિભાગ તરફથી પરિવારોને આપવામાં આવી રહેલી સબસિડી વિશે એક સર્વે કરવામાં આવ્યો છે. 11 જિલ્લાઓના 3450 પરિવારો પર આ સર્વે કરવામાં આવ્યો. એક જિલ્લામાં લગભગ 300 લોકો પર સર્વે કરવામાં આવ્યો. માર્ચ 2020માં સર્વે કરીને ડેટા એકત્ર કરવામાં આવ્યો જેમાં સામે આવ્યુ કે કેજરીવાલ સરકાર તરફથી આપવામાં આવી રહેલી સબસિડીથી દર મહિને પ્રત્યેક પરિવારને લગભગ 2464 રૂપિયનો ફાયદો થઈ રહ્યો છે.

English summary
If government is formed in Punjab, then every major woman will be given 1000 rupees every month said arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X