મોદી સત્તામાં આવ્યા તો થશે રમખાણ: અમરિંદર સિંહ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યું કે મોદી નરસંહાર માટે જવાબદાર છે. અમરિંદર અનુસાર મોદી જો સત્તામાં આવ્યા તો 6 મહીનાની અંદર રમખાણ થશે.

અમરિંદર સિંહે જણાવ્યું કે દેશમાં ક્યાંય પણ મોદીની લહેર નથી. અને પંજાબમાં મોદીને કોઇ જાણતું પણ નથી. અમરિંદર સિંહ અમૃતસરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર અરૂણ જેટલી છે. બંને નેતાઓની વચ્ચે વાકયુદ્ધ પણ સતત ચાલુ છે. વાકયુદ્ધ ત્યારે વધી ગયું જ્યારે ભાજપે કોંગ્રેસના નેતા દ્વારા 1984ના શીખ વિરોધી રમખાણ મામલામાં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપવા પર સવાલ ઉઠાવ્યા.

amarinder singh
ટાઇટલરનો કથિતપણે બચાવ કરવા માટે અમરિંદર પર પ્રહાર કરતા જેટલીએ સવાલ કર્યા કે શું પંજાબના પૂર્વ મુખ્યમંત્રી એક વ્યક્તિના ક્રાઇમ પર પહેલાથી જ નિર્ણય કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેના અંગે એવી ધારણા છે કે તે રમખાણોમાં સામેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરિંદરે આ પહેલા જણાવ્યું હતું કે 'મે રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે મને કોઇએ જગદીશ ટાઇટલરનું નામ આપ્યું નથી. બાદમાં વિપક્ષના નેતા અરુણ જેટલી દ્વારા તેમના આ નિવેદન પર પ્રહાર કરવામાં આવતા અમરિંદરે ફેરવી તોડતા મીડિયાને જણાવ્યું હતું કે મેં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપી જ નથી.'

English summary
If Narendra Modi comes to power, There will be riots in country says Amarinder Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X