For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'1 મેથી જો 18થી વધુ ઉેમરના લોકોને વેક્સીન નહિ મળે તો આરોગ્ય મંત્રી હર્ષવર્ધન રાજીનામુ આપશે': ચિદમ્બરમ

કોંગ્રેસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના કોરોના વેક્સીનેશનને લઈને આપેલા એક નિવેદન પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોંગ્રેસે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનના કોરોના વેક્સીનેશનને લઈને આપેલા એક નિવેદન પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસે આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના રાજીનામાની માંગ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે દેશમાં રસીકરણ અભિયાનની ત્રીજા તબક્કા હેઠળ 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીનેટ કરવાની ઘોષણા પર સવાલ ઉઠાવ્યા છે. પી ચિદમ્બરમે કહ્યુ છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભારતના બધા લોકોને મૂર્ખ સમજી રહી છે. પી ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યુ, 'આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનને 1 મેના રોજ ટેસ્ટ પર રાખવામાં આવશે. તેમની અને તેમની સરકારનો દાવો કે રાજ્યો પાસે રસી(વેક્સીન)નો પૂરતો સ્ટૉક છે, હવામાં ઉડી જશે.'

p chidambaram

પી ચિદમ્બરમે એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'કોઈ પણ રાજ્ય 18-44 વર્ષની વસ્તી માટે રસીકરણ શરૂ કરવા માટે તૈયાર નથી લાગી રહ્યા. અહીં સુધી કે કોવિન એપ પણ સહયોગ નથી કરી રહ્યુ! જો રસીના અભાવના આધારે લોકોને 1 મે બાદ રસીકરણ કેન્દ્રોમાંથી હટાવી દેવામાં આવે તો શું આરોગ્ય મંત્રી રાજીનામુ આપશે?'

પી ચિદમ્બરમે કહ્યુ, લોકોએ આવી સરકાર સામે વિદ્રોહ કરવો જોઈએ જે ભારતના બધા લોકોને મૂર્ખ સમજી રહી છે. ચિદમ્બરમે કહ્યુ, 'હું કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદનથી હેરાન છુ કે ઑક્સિજન કે રસી કે રેમડેસિવિરની કોઈ કમી નથી, હું યુપીના મુખ્યમંત્રી(યોગી આદિત્યનાથ)ના નિવેદનથી સ્તબ્ધ છુ, જેમણે કહ્યુ કે યુપીમાં વેક્સીનની કોઈ કમી નથી.'

જાણીતા સિનેમોટોગ્રાફર અને ડાયરેક્ટર કેવી આનંદનુ નિધનજાણીતા સિનેમોટોગ્રાફર અને ડાયરેક્ટર કેવી આનંદનુ નિધન

પી ચિદમ્બરમે સવાલ કરીને ટ્વીટ કર્યુ, 'શું બધી ટીવી ન્યૂઝ ચેનલ નકલી દ્રશ્યો બતાવી રહી છે? શું બધા અખબારોની કહાનીઓ ખોટી છે? શું બધા ડૉક્ટરો ખોટુ બોલી રહ્યા છે? શું પરિવારના બધા સભ્યો ખોટા નિવેદનો આપી રહ્યા છે? શું બધા દ્રશ્યો અને ફોટા નકલી છે?'

English summary
If people do not get vaccine on 1st May, Will health minister harshvardhan resign? Chidambaram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X