For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘ઈશ્વર હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા', માર્કંડેય કાત્જુના ટ્વિટ પર ધમાલ

સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ માર્કંડેય કાત્જૂએ એક એવી વાત કહી છે જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)નો કહેર વર્તાઈ રહ્યો છે. ભારત સહિત દુનિયાના લગભગ દરેક દેશમાં આ વાયરસથી સંક્રમિત થનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં એક લાખથી વધુ લોકોના આનાથી મોત થઈ ગયા છે જ્યારે 18 લાખથી વધુ લોકો સંક્રમિત છે. આ દરમિયાન સુપ્રિમ કોર્ટના રિટાયર્ડ જજ માર્કંડેય કાત્જૂએ એક એવી વાત કહી છે જેનાથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. કાત્જુ જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતા ત્યારે પોતાના ચુકાદાઓ માટે ફેમસ હતા. રિટાયર થયા બાદ હવે પોતાના નિવેદનો માટે ફેમસ છે.

લોકો આપી રહ્યા છે જોરદાર પ્રતિક્રિયા

લોકો આપી રહ્યા છે જોરદાર પ્રતિક્રિયા

માર્કંડેય કાત્જુએ સોમવારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે કહ્યુ, ‘ઈશ્વર જો હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા.' કાત્જૂના આ ટ્વિટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતીય નામના યુઝરે કહ્યુ, ‘ગૉડ ખુદ માસ્ક પહેરીને સેનિટાઈઝરનુ ડ્રમ લઈને આઈસોલેશનમાં ચાલ્યા ગયા.' જ્યારે લોકેશ નામના વ્યક્તિએ કહ્યુ, ‘જો અલ્લાહ હોય તો કોરોનાને ખતમ કેમ નથી કરી દેતા. પાંચ વાર નમાઝ પઢવાનો શું ફાયદો? તબલીગી વધુ સહન કરી રહ્યા છે.'

એક યુઝરે કહ્યુ - આ માણસોના પાપોની સજા છે

એક યુઝરે કહ્યુ - આ માણસોના પાપોની સજા છે

તમને જણાવી દઈએ કે આ ટ્વિટનો અર્થ બંને સમાજના લોકો એકબીજા સાથે જોડાયેલો માની રહ્યા છે. જ્યારે અમુક લોકો કહી રહ્યા છે કે તેમણે (માર્કંડેય કાત્જુ) કોઈ એક ધર્મનુ નામ નથી લીધુ. રાજ નામના યુઝરે કહ્યુ, ‘આ માણસોના પાપોની સજા આપી રહ્યા છે ભગવાન. જેથી તેમને અકલ આવે અને ચામાચીડિયા ખાવાનુ છોડી દે.' ગગન નામના એક યુઝરે કહ્યુ, ‘જો ન્યાયાધીશ છો તો ગુનાઓને મિટાવી કેમ નથી દેતા.'

એક યુઝરે કહ્યુ - જે ખાશો એ બધુ અહીં જ છોડવુ પડશે

પીયુષ નામના યુઝરે ગીતાનો હવાલો આપીને કહ્યુ, ‘જ્યારે જ્યારે અત્યાચાર વધશે હું કોઈને કોઈ સ્વરૂપે જન્મ લઈને અધર્મનો વિનાશ કરીશ.' વીબી મિશ્રાએ કહ્યુ, ‘જમીનદારો, નેતા, વેપારી, બધા લોકોની જેમ, ત્યાંથી કાપવાનુ પસંદ કરે છે જ્યાં તેમણે ક્યારેય વાવ્યુ નથી.' અરુણ કહ્યુ, ‘કર્મોકા ફલ પડેગા ભોગના, જો ખાયે હો સબ યહીં પડેગા છોડના.'

આ પણ વાંચોઃ ગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાનઆ પણ વાંચોઃ ગુજરાતઃ અરબ સાગરમાં પાકિસ્તાની સૈનિકોએ ભારતીય માછીમારોને બનાવ્યા નિશાન

‘માનવીમાં શોધશો તો ભગવાન મળી જશે'

મંગેશ નામના યુઝરે કહ્યુ, ‘માનવમાં શોધશો તો ભગવાન મળી જશે...એ જ કામમાં આવી રહ્યા છે.' સાજદે કહ્યુ, ‘કુદરતનો કહેર હતો... દરેક વ્યક્તિ ખુદને ખુદા સમજવા લાગ્યો હતો.' તમને જણાવી દઈએ કે માર્કંડેય કાત્જૂના આ ટવિટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ટ્વિટને અત્યાર સુધીમાં 1.3 હજાર લોકોએ લાઈક કર્યુ છે. 240 લોકોએ આને રિટ્વિટ કર્યુ છે જ્યારે 500થી વધુ લોકોએ આના પર કમેન્ટ કરી છે.

English summary
If there is a god why does he not eradicate corona said markandey katju see reaction of people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X