For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાયલ સફળ રહી તો સપ્ટેમ્બર સુધી આવી જશે કોરોનાની વેક્સીન, જાણો શું હશે કિંમત

કંપનીના સીઈઓએ કહ્યુ કે જો ટ્રાયલ સફળ રહી તો આ વર્ષે સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીન બજારમાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં કોરોના વાયરસ(કોવિડ-19)નુ સંકટ ચાલી રહ્યુ છે. દુનિયાનો લગભગ દરેક દેશ આની સફળ વેક્સીન બનાવવામાં લાગેલો છે. આ દરમિયાન પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા કંપનીના સીઈઓએ કહ્યુ કે જો ટ્રાયલ સફળ રહી તો આ વર્ષે સપ્ટેમ્બરમાં કે ઓક્ટોબર સુધીમાં કોરોના વેક્સીન બજારમાં આવી શકે છે. કંપનીના સીઈએ પૂનાવાલાએ જણાવ્યુ કે આ વેક્સીનની કિંમત 1000 રૂપિયા આસપાસ હોઈ શકે છે.

સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી આને બજારમાં ઉપલબ્ધ કરાશે

સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી આને બજારમાં ઉપલબ્ધ કરાશે

બિઝનેસ ટુડે સાથે વાતચીતમાં પૂનાવાલાએ કહ્યુ કે તે જોખમ લઈને કોરોના વેક્સીનના એડવાન્સ પરીક્ષણ પહેલા જ આના ઉત્પાદનની કોશિશ કરશે. તેમણે કહ્યુ કે આવતા મહિનાના અંતથી જ આનુ ઉત્પાદન શરૂ થઈ શકે છે. જો પરીક્ષણ સફળ રહ્યુ તો સપ્ટેમ્બર કે ઓક્ટોબર સુધી આને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે એ પણ કહ્યુ કે બ્રિટને હજુ વેક્સીન માટે ક્લીનિકલ ટ્રાયલની ઘોષણા જ કરી છે જ્યારે અમે આના ઉત્પાદનની પહેલ પણ કરી દીધી છે.

મેના અંત સુધીમાં હ્યુમન ટ્રાયલ પૂરી

મેના અંત સુધીમાં હ્યુમન ટ્રાયલ પૂરી

અડર પૂનાવાલાએ કહ્યુ કે આપણે વેક્સીન બનાવવાનો નિર્ણય પહેલા એટલા માટે લીધો છે કે જેથી ટ્રાયલ સફળ થયા બાદ તરત જ તેને બજારમાં લાવી શકાય. જો ટ્રાયલ સફળ થયા બાદ ઉત્પાદન શરૂ કરવામાં આવે તો આમાં ઘણો સમય લાગી જાત. અમારી એ કોશિશ છે કે અમે વેક્સીનને જલ્દીમાં જલ્દી લોકો સુધી પહોંચાડી શકી. તેમણે જણાવ્યુ કે મેના અંત સુધીમાં અમે આની હ્યુમન ટ્રાયલ પણ પૂરી કરી લેવામાં આવશે.

દર મહિને 4 કરોડ વેક્સીન બનાવાશે

દર મહિને 4 કરોડ વેક્સીન બનાવાશે

આવતા ત્રણ સપ્તાહમાં વેક્સીન બનાવવામાં કામ શરૂ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કંપની દર મહિને 40થી 50 લાખ ડોઝ બનાવશે. ત્યારબાદ ઉત્પાદનને વધુ ઝડપથી વધારવામાં આવશે અને કંપની દર મહિને 1 કરોડ વેક્સીન બનાવશે. આ ઉપરાંત સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી ઉત્પાદન વધારીને દર મહિને 4 કરોડ સુધી પહોંચાડવામાં આવી શકે છે બાદમાં તેને અમે બીજા દેશોમાં પણ નિકાસ કરીશુ.

આ પણ વાંચોઃ પીએમ મોદીનુ ટ્રમ્પને ગળે લગાવવાનુ કામમાં ન લાગ્યુઃ ઓવૈસીઆ પણ વાંચોઃ પીએમ મોદીનુ ટ્રમ્પને ગળે લગાવવાનુ કામમાં ન લાગ્યુઃ ઓવૈસી

English summary
china, coronavirus, vaccine, maharashtra, pune, ચીન, કોરોના વાયરસ, વેક્સીન, મહારાષ્ટ્ર, પૂણે
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X