For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા ગુસ્સે ભરાઇ, બદલો લઇ રહી છે ભાજપ તો મળશે જવાબ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કલકત્તા, 22 નવેમ્બર: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તેમની પાસે સેક્યુલર પક્ષોનો સાથ આપવાનો બદલો લઇ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ નેતા મમતા બેનર્જીએ કહ્યું કે તેમના સાંસદ સૃંજોય બોસને તેના લીધે ધરપકડ કરવામાં આવી કારણ કે તે નેહરુ સમિટમાં ગઇ હતી.

સૃંજોય બોસની સીબીઆઇએ શુક્રવારે ધરપકડ કરી લીધી. સૃંજોય બોસ પર શારદા ગોટાળામાં સામેલ હોવાનો આરોપ છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ તેમની પાસેથી બદલો લઇ રહી છે. તેમણે કહ્યું કે સીબીઆઇ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તેમની નિષ્પક્ષતા સવાલોના ઘેરામાં છે.

mamata

મમતા બેનર્જીએ કહ્યું 'તેમણે અમારા સાંસદની ધરપકડ કરી કારણ કે હું સેક્યુલર પક્ષોની બેઠકમાં ગઇ. હું હજાર વખત આવી બેઠકોમાં જઇશ.' તેમણે સીધેસીધી ચેતાવણી આપતાં કહ્યું કે તેમના દરેક હુમલાનો અમે રાજકીય રીતે આકરો જવાબ આપીશું.

આ પહેલાં શુક્રવારે કલ્યાણીમાં મમતા બેનર્જીએ કહ્યું કે સીબીઆઇ ચોરોના ઇશારે કામ કરી રહી છે. તેમણે કહ્યું 'જે લોકો રોકાણકારોને દગો આપ્યો, તેમના પર કાર્યવાહી કરવાના બદલે સીબીઆઇ શારદાને દગો આપનાર પર કાર્યવાહી કરી રહ્યાં છે.'

English summary
A day after the arrest of Trinamool Congress MP Srinjoy Bose in the Saradha scam, party chief and West Bengal Chief Minister Mamata Banerjee Saturday accused the BJP-led central government of pursuing "divisive politics" and conspiring against her party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X