For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 ગણો મોંઘો થયો IIT એમટેકનો અભ્યાસ, બંધ થશે દર મહિને મળતુ સ્ટાઈપેન્ડ

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (IIT)એ એમટેક કોર્સની ફીમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે એમટેકની ટ્યુશન ફીને દસ ગણી વધારવાનો નિર્ણય કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજી (IIT)એ એમટેક કોર્સની ફીમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે એમટેકની ટ્યુશન ફીને દસ ગણી વધારવાનો નિર્ણય કર્યો છે. 2020ના શૈક્ષણિક સત્રથી શરૂ થતા ત્રણ વર્ષના કોર્સમાં ફી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્ટુડન્ટ્સને અપાતુ 12,400નુ સ્ટાઈપેન્ડ ખતમ કરવાનુ સૂચન પણ આપવામાં આવ્યુ છે. આ સ્ટાઈપેન્ડ ગેટના આધારે આવતા છાત્રોને આપવામાં આવતુ હતુ.

IITએ એમટેક માટે પ્રતિ છાત્ર સાત લાખ રૂપિયાનો ખર્ચ આવે છે

IITએ એમટેક માટે પ્રતિ છાત્ર સાત લાખ રૂપિયાનો ખર્ચ આવે છે

આઈઆઈટીઝની કાઉન્સિલે શુક્રવારે એમટેક પ્રોગ્રામની ફી વધારીને બીટેક કોર્સની ફીને સમાન કરવાની મંજૂરી આપી દીધી છે. બીટેક કોર્સની ફી લગભગ 2 લાખ રૂપિયા વાર્ષિક છે. આઈઆઈટીઝમાં એમટેક કોર્સની વર્તમાન એડમિશન અને ટ્યુશન ફી વાર્ષિક 20 હજારથી લઈને 50 હજાર રૂપિયા સુધી લાગે છે. આ રીતે આઈઆઈચીઝના એમટેક પ્રોગ્રામની ફીમાં લગભગ 10 ટકાનો વધારો થશે. નામ ન છાપવાની શરતે એક આઈઆઈટી અધિકારીએ જણાવ્યુ કે વર્તમાનમાં આઈઆઈટીમાં એમટેક માટે 20,000 રૂપિયાથી 50,000 સુધીની વાર્ષિક ફી થાય છે. જ્યારે એક વર્ષમાં આઈઆઈટીમાં એમટેક માટે પ્રતિ છાત્ર સાત લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.

ખતમ થશે દર મહિને મળતુ સ્ટાઈપેન્ડ

ખતમ થશે દર મહિને મળતુ સ્ટાઈપેન્ડ

આ સાથે જ 23 આઈઆઈટીના મોટા નિર્ણય એકમે ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરીંગ (ગેટ) હેઠળ એમટેક પાઠ્યક્રમમાં પ્રવેશ લેનાર છાત્રોને મળતી દર મહિને 12,400નુ સ્ટાઈપેન્ડ ખતમ કરી દીધુ છે. વર્તમાનપત્ર ધ મિંટે એક અધિકારીના હવાલાથી લખ્યુ છે કે વર્ષ 2019માં 12,000 છાત્રોએ ગેટ હેઠળ IITમાં એમટેક પાઠ્યક્રમ માટે પ્રવેશ લીધો. આની જગ્યાએ આ સ્ટાઈપેન્ડના અમુક હિસ્સાનો ઉપયોગ યુજી લેબ્સ અને કોર્સમાં ટીચિંગ આસિસટન્ટશિપ તરીકે આપવા માટે કરવામાં આવશે. આ ફંડનો બીજા વ્યવસાયી ગતિવિધિઓ માટે પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકા હવે જશે જેલઆ પણ વાંચોઃ પ્રધાનમંત્રી મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકા હવે જશે જેલ

અત્યારે ક્યાં કેટલી છે એમટેકની ફી

અત્યારે ક્યાં કેટલી છે એમટેકની ફી

વર્તમાન સમયમાં એક સેમેસ્ટર માટે IIT, મુંબઈની એમટેક ટ્યુશન ફી 5,000 રૂપિયા છે જ્યારે IIT, દિલ્લીની 10,000 રૂપિયા છે. IIT, મદ્રાસમાં 3,750 રૂપિયાની વનટાઈમ ચૂકવણી સાથે ટ્યુશન ફી 5,000 રૂપિયા છે. IIT ખડગપુરા પહેલા સેમેસ્ટરની ફી 25,950 રૂપિયા છે. આમાંથી 6,000 રૂપિયા રિફન્ડ થઈ જાય છે. બાદમાં સેમેસ્ટરો માટે 10,550 રૂપિયા ફી છે. કુલ 23 IITમાંથી સાત જૂની IITમાં લગભગ 14,000 એમટેક છાત્રો છે.

પ્રોફેસરોના પર્ફોર્મન્સની થશે સમીક્ષા

પ્રોફેસરોના પર્ફોર્મન્સની થશે સમીક્ષા

મંત્રાલય તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે IITની આંતરિક સમિતિએ બધી IITમાં એમટેક પાઠ્યક્રમ માટે એક સમાન ફી રાખવાની સલાહ આપી છે. કાઉન્સિલની મીટિંગમાં ટેન્યોર ટ્રેક સિસ્ટમને મંજૂરી આપવામાં આવી છે. આના આધારે નવા પ્રોફેસરોના પર્ફોર્મન્સની દર 5 વર્ષે સમીક્ષા થશે. એક એક્સટર્નલ કમિટી રિસર્ચ અને સંસ્થાનને તેમની સેવાના આધારે પ્રોફેસરોનુ મૂલ્યાંકન કરશે. આ મૂલ્યાંકનના આધારે નવા પ્રોફેસરોનુ એસોસિએટ પ્રોફેસર તરીકે પ્રમોશન થશે અથવા તેમની છુટ્ટી કરી દેવામાં આવશે.

નબળા છાત્રોને નહિ છોડવી પડે IIT

નબળા છાત્રોને નહિ છોડવી પડે IIT

મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અભ્યાસમાં નબળા છાત્રો જે આગલા સેમેસ્ટરમાં પ્રવેશ માટે જરૂરી ગુણ મેળવવામાં સફળ નથી થતા તેમને બીજા સેમિસ્ટર બાદ ડિગ્રી પાઠ્યક્રમના માધ્યમથી એન્જિનિયરીંગ છોડવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. અધિકારીએ કહ્યુ કે આ અંગે નિર્ણય બધા IIT પોતાના અનુસાર લેશે. અત્યારે IITમાં પ્રવેશ લેનાર છાત્રોને બીટેકની ડિગ્રી મેળવવા માટે આઠ સેમિસ્ટર (ચાર વર્ષ) નો અભ્યાસ કરવો પડે છે. અધિકારીએ જણાવ્યુ કે હવે અભ્યાસમાં નબળા છાત્રોને બીજા સેમિસ્ટર બાદ બીએસસી ડિગ્રી પસંદ કરવા અને ત્રણ વર્ષ બાદ સંસ્થા છોડવાનો વિકલ્પ હશે. શરત એ કે તે અભ્યાસના લઘુત્તમ માનદંડોને પૂરા કરે.

English summary
IITs increase M.Tech fees by up to 10 times, stop monthly stipend to all M.Tech students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X