For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગ ગુરુ બાબા રામદેવના વીડિયો પર બબાલ, IMAએ કરી કેસ નોંધવાની માંગ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ)એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયો બાદ યોગ ગુરુ બાબા રામદેવ સામે કેસ નોંધવાની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ)એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયો બાદ યોગ ગુરુ બાબા રામદેવ સામે કેસ નોંધવાની માંગ કરી છે. વાસ્તવમાં વીડિયોમાં બાબા રામદેવ કથિત રીતે એલોપેથી ચિકિત્સા પદ્ધતિ સામે બોલતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સંસ્થાએ એક પ્રેસનોટ જારી કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ કાળમાં બાબા રામદેવ સામે ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન (એફઓઆરડીએ)એ પણ કોવિડના ઈલાજ સંબંધી કથિત ટિપ્પણી માટે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

baba ramdev

શનિવારે ઈન્ડિયન મેડકિલ એસોસિએશને પોતાની પ્રેસનોટમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધનને અનુરોધ કર્યો કે તે વીડિયોમાં લગાવવામાં આવેલા આરોપોને સ્વીકારીને દેશની આધુનિક ચિકિત્સા સુવિધાઓને ભંગ કરે અથવા પછી યોગ ગુરુ બાબા રામદેવ સામે મહામારી રોગ અધિનિયમ હેઠળ કેસ ચલાવે. પોતાના નિવેદનમાં આઈએમએ રામદેવ સામે કાર્યવાહી ન કરવા પર કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા મેસેજમાં કથિત રીતે બાબા રામદેવે કહ્યુ હતુ કે મૉડર્ન એલોપેથી એક સ્ટુપિડ અને દેવાળીયા સાયન્સ છે.

આઈએમએ એ પણ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત યોગ ગુરુ હોવા ઉપરાંત બાબા રામદેવ એક ફાર્માસ્યુટીકલ યુનિટના કૉર્પોરેટ દિગ્ગજ છે. તે જનતાને ગુમરાહ કરવા માટે પોતાની કંપનીના ઉત્પાદનો વિશે ઘણી વાર જૂઠ બોલે છે. તમને જણાવી દઈએ કે આઈસીએમઆરે હજુ સુધી રામદેવની પતંજલિ દ્વારા બનાવવામાં આવેલી કોરોનિલને કોરોનાની દવા તરીકે માન્યતા આપી નથી. તેમછતાં યોગ ગુરુ બાબા રામદેવ નેશનલ ટીવી પર બિન્દાસ કોરોનિલનો પ્રચાર કરી રહ્યા છે અને તેને કોરોના સામે રામબાણ ગણાવી રહ્યા છે.

English summary
IMA issues press release over a video of Yog Guru Ramdev allegedly speaks against Allopathy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X