For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMA પોંઝી સ્કેમનો મુખ્ય આરોપી મંસૂર ખાન પકડાયો, 25 હજાર મુસ્લિમોને ઠગ્યા

આઈ મૉનિટરી એડવાઈઝર (આઈએમએ) પોંઝી ગોટાળાના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા મંસૂર ખાનને દુબઈથી દિલ્લીમાં લાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

આઈ મૉનિટરી એડવાઈઝર (આઈએમએ) પોંઝી ગોટાળાના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા મંસૂર ખાનને દુબઈથી દિલ્લીમાં લાવવામાં આવ્યો છે. ઈડીએ મંસૂર ખાનને કસ્ટડીમાં લઈ લીધો છે. મંસૂર ખાનના નામે ઈડી અને એસઆઈટીએ લુક આઉટ સર્ક્યુલર પણ જાહેર કર્યુ હતુ. મંસૂર ખાનની દિલ્લીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

Mansoor Khan

એસઆઈટી અધિકારીઓએ જણાવ્યુ કે ભાગેડુ મંસૂર ખાન વિશે અધિકારીઓની એક ટીમે તપાસ કરી. એસઆઈટી ટીમે આઈએમએનો ફાઉન્ડર મંસૂર ખાન દુબઈમાં હોવા વિશે માલુમ કર્યુ અને તેને ભારત પાછો લાવવા અને પોતાને કાયદાના હવાલે કરવા માટે કહેવામાં આવ્યુ. હાલમાં ઈડીના અધિકારી મંસૂર ખાનને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી રહ્યા છે.

મંસૂર ખાન 8 જૂને દેશ છોડીને ભાગી ગયો હતો. તેના સામે રોકાણકારોએ ઘણી ફરિયાદો નોંધાવી છે અને તેમનો દાવો છે કે મંસૂરે તેમના છેતર્યા છે. તેણે રોકાણકારોને હાઈ રિટર્નનું વચન આપ્યુ હતુ પરંતુ તેમના પૈસા ડૂબી ગયા. આરોપ છે કે ઈસ્લામિક બેંકના નામે લગભગ 30 હજાર મુસ્લિમોને ચૂનો લગાવનાર મંસૂર ખાન લગભગ 1500 કરોડની છેતરપિંડી કરીને દુબઈ ભાગી ગયો હતો. પોલિસે જયનગરના કાર્યાલય અને મંસૂર ખાનને ઘરમાં રેડ પાડી જ્યાંથી કરોડો રૂપિયાના કેશ, જ્વેલરી અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.

ઉમર શરીફની પણ ધરપકડ

આ પહેલા બેંગલુરુમાં પોલિસને એ સમયે મોટી સફળતા મળી જ્યારે મંસૂર ખાન માટે કામ કરતા ઉમર શરીફની ધરપકડ કરવામાં આવી. પોલિસના જણાવ્યા અનુસાર ઉમર શરીફ છેલ્લા પાંચ વર્ષથી આઈએમએ અને મંસૂર ખાનનો પ્રચાર કરી રહ્યો હતો. ધરપકડ કરાયા બાદ ઉમર શરીફને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Alert: આગામી થોડા કલાકમાં દેશના આ 12 રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ Alert: આગામી થોડા કલાકમાં દેશના આ 12 રાજ્યોમાં અતિ ભારે વરસાદની સંભાવના

English summary
IMA ponzi scam case: IMA Founder Mansoor Khan arrested by Enforcement Directorate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X