For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ

આગામી કેટલાક કલાકોમાં દેશના આ શહેરોમાં થશે વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક કલાકમાં લખનઉ, ઉન્નાવ, સીતાપુરમાં આંધી વરસાદની આશંકા છે, આ ઉપરાંત લખીમપુર ખીરી, પીલીભીત અને બહરાઈચમાં પણ આગલા કેટલાક કલાકમાં આંધી તોફાન આવવાની શક્યતા છે, આ દરમિયાન હવાની ગતિ 50 કમી પ્રતિ કલાક સુધી હોય શકે છે, જ્યારે સ્કાઈમેટ મુજબ દેશમાં આગલા 24 કલાક દરમિયાન તટીય આંધ્ર પ્રદેશ, દક્ષણ તટીય ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાતના પૂર્વીય ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલીય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. એક બે જગ્યાએ ભારે વરસાદનું પણ અનુમાન છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વીય બિહારના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં વરસાદનું અનુમાન

દિલ્હીમાં વરસાદનું અનુમાન

જણાવી દઈએ કે દિલ્હીમાં 10 જૂનના રોજ તેજ હવા ચાલવાની સાથે વરસાદ થવાથી ગરમીમાંથી થોડી રાહત મળી પરંતુ આના કારણે શહેરના કેટલાક ભાગોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, રાજધાનીમાં આજે પણ વરસાદ થવાનું અનુમાન છે.

IMDએ અસર્ટ જાહેર કર્યું

IMDએ અસર્ટ જાહેર કર્યું

જ્યારે IMDએ અગાઉ કહ્યું હતું કે આજથી લઈ આગલા બે દિવસ સુધી દેશના કેટલાય રાજ્યોમાં મૂસળધાર વરસાદના અણસાર છે, બંગાળની ખાડીમાં દબાણ બનતા પહેલા જ ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા ઓરેન્જ અલર્ટ પર છે જ્યારે મૉનસૂનની અસરને પગલે આગામી 48 કલાક દરમિયાન દેશના 10 રાજ્યોમાં આંધી તોફાનની આશંકા છે.

ભારે વરસાદની આશંકા

ભારે વરસાદની આશંકા

આઈએમડીએ કહ્યું કે ગુજરાત, દમણ, અંદામાન અને નકોબાર દ્વીપ સમૂહ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, નોર્થ ઈસ્ટ, યૂપી, બિહાર, ઝારખંડ, એમપી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણામાં ભારે વરસાદની આશંકા છે, હવામાન વિભાગે બદાને સચેત રહેવા માટે કહ્યું છે.

15 જૂનથી ફરી ગરમી પરેશાન કરી શકે છે

15 જૂનથી ફરી ગરમી પરેશાન કરી શકે છે

આજથી લઈ શુક્રવાર સુધી દરરોજ દિલ્હી-એનસીઆરના આકાશમાં આંશિક રીતે વાદળ છવાયેલા રહેશે. આ દરમિયાન તેજ હવા ચાલશે, શનિવારે વરસાદના પણ અણસાર છે જ્યારે 15 જૂનથી ગરમી પરેશાન કરી શકે છે, જ્યારે 20 જૂન સુધી મૉનસૂન પહોંચે તેવા અણસાર છે, જેના કારણે દિલ્હીમાં વરાસદ થશે, જ્યારે ઉત્તરાખંડમાં રૂડકી, બિહાર, ઝારખંડ, કર્ણાટક, એમપી અને છત્તીસગઢમાં આગલા કેટલાક કલાકોમાં ભારે વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન તેજ હવા ચાલવાનું અનુમન છે, આઈએમડીએ આ રાજ્યોમાં અલર્ટ જાહેર કર્યું છે.

ગીરના જંલમાં એશિયાઈ સિંહોની વસતીમાં 29% વધારો, સંખ્યા 674 થઈગીરના જંલમાં એશિયાઈ સિંહોની વસતીમાં 29% વધારો, સંખ્યા 674 થઈ

English summary
IMD Alert: Rain expected in gujarat, delhi, karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X